પાંખી હાજરી વચ્ચે આનંદીબેને કરાવ્યો કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ

અમદાવાદ : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે ઉદ્ધાટન થયું હતું. જો કે દર વર્ષે જોવા મળતો ઘસારો આ વર્ષે જોવા મળ્યો નહોતો. સ્ટેજની સામે મહેમાનો માટે ગોઠવાયેલી ખુરશીઓ પૈકી મોટા ભાગની ખુરશીઓ ખાલી હતી. જેનાં પગલે લગભઘ ખુબ જ પાંખી હાજરી વચ્ચે આનંદીબહેન પટેલે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. અત્રે નોંધનીય છે. કાઇટ ફેસ્ટિવલ અંગે દેશ વિદેશનાં લોકોમાં ભારે ક્રેઝ જોવા મળતો હતો. જો કે ચાલુ વર્ષે શાળાનાં બાળકો અને અમુક મજબુરીના માર્યા આવેલા આમંત્રીતો સિવાય કોઇ ઉદ્ધાટન સમારોહમાં ફરક્યું નહોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કાઇટ ફેસ્ટિવલમાં દેશ દુનિયાનાં પતંગબાજો આવે છે. જેઓ પોતાની મહેનતે બનાવેલા વિવિધ ક્રિએટીવ પતંગો ચગાવતા હોય છે. જેનાં પગલે અમદાવાદી આકાશ જાણે વિવિધતાનાં રંગોથી ભરાઇ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ચાલુ વર્ષે કાઇટ ફેસ્ટિવલની શરૂઆત આદિત્ય સ્તુતીથી કરવમાં આવી હતી. 2000થી વધારે વિદ્યાર્થીઓએ સુર્યનાં પર્વ તેવી ઉતરાયણને સુર્યનમસ્કાર દ્વારા વધાવી હતી.

You might also like