સાઉદી અરેબિયામાં રાજકીય સંકટના પગલે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો

અમદાવાદ: સાઉદી અરેબિયામાં જોવા મળી રહેલા રાજકીય સંકટના પગલે તથા ક્રૂડમાં માગ સામે અપેક્ષા કરતાં ઓછા પુરવઠા વચ્ચે ક્રૂડમાં તેજીની ચાલ નોંધાઇ છે. બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડોલર પ્રતિબેરલની સપાટીને પાર પહોંચી ગયું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ પણ ૫૭ ડોલરની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે.

ક્રૂડના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે.  આજે શહેરમાં પેટ્રોલના ભાવ ૬૮.૫૨, જ્યારે ડીઝલના ભાવ ૬૧.૩૯ પ્રતિલિટરની સપાટીએ પહોંચી ગયા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચારથી છ સપ્તાહમાં ક્રૂડના ભાવ આઠ ડોલર પ્રતિબેરલ વધી ગયા છે એટલું જ નહીં, વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ જોતાં ક્રૂડના ભાવમાં હજુ વધારો થાય તેવી મજબૂત શક્યતા છે.

આ જોતાં ફરી એક વાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું સરકાર ઉપર પ્રેશર વધ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ ચોથી ઓક્ટોબરે સરકારે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી.

You might also like