કોઇ ફેશન ડિઝાઇનરે નહીં પણ આ વ્યક્તિએ બનાવી બિકીની

આજના જમાનામાં, બિકીની એક ફેશનનું સ્ટેટમેન્ટ બની ગયું છે. અભિનેત્રીઓ અને મોડલ્સ બિકીનીમાં આજ કાલ હોટ ફોટોશોટ્સ કરાવતા જોવા મળે છે, પરંતુ તમને ખબર છે કે તે ક્યારે અને કેવી રીતે પહેરવાનું શરૂ થયું હતું. ચાલો જાણીએ કે બિકિની ડિઝાઇન ક્યારે અને કેવી રીતે થયું. તેને બિકિની નામ શા માટે આપવામાં આવ્યું હતું –

જ્યારે કોઈ પણ ડિઝાઇનર કોઈ ડ્રેસ ડિઝાઇન કરતા હોય તેઓ એક ફેશન ડિઝાઇનર હોય છે, પરંતુ બિકીની કોઈ પણ ફેશન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવી નથી. મૂળ ફ્રેન્ચનો એક એન્જિનીયર લુઈસ લેઅર્દ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. બિકીની પહેલીવાર જુલાઈ 5, 1946 ના રોજ બનાવવામાં આવી હતી. આના કારણે, 5મી જુલાઇને, બિકીની ડે તરીકે ઉજવવામાં આવે છે.

બિકીનીનું નામ પાડવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. હકીકતમાં, પ્રથમ વખત જ્યારે બિકીની બનાવવામાં આવી હતી ત્યારે તેને બીકીની એટોલ નામ આપવામાં આવ્યું હતું, જે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. તે સમયે, આ સ્થળ અમેરિકાના અણુશસ્ત્ર અને હથિયાર પરીક્ષણ સાઇટ તરીકે ઉપયોગમાં લેવાતું હતું અને ‘લૂઇસ રિયર્ડ’ની આ શોધને બોમ્બ કરતાં ઓછું ગણવામાં આવતું ન હતું, તેથી તેનું નામ બિકીની પડ્યું હતું.

બિકીનીના આગમન પછી, લાંબા સમયથી બિકીની માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. કોઈ મોડેલ તેના એડ શૂટ માટે તૈયાર થતું ન હતું, પરંતુ થોડા સમય પછી 19 વર્ષીય નૃત્યાંગના મીશેલાઈન આ એડ શૂટ કરવા તૈયાર થઈ હતી. જલદી તેની એડ જાહેર કરવામાં આવી ત્યારે પ્રશંસકોના 50,000 જેટલા પત્રો લખીને મોકલ્યા હતા.

એક એવો સમય હતો કે જ્યારે બિકીની પર સ્પેન અને ઇટાલીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય પછી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. વર્ષ 1950 સુધીમાં, બિકીનીએ બજારોમાં તેની પકડ મજબૂત બનાવી હતી. તે પછી, તેનું વલણ અમેરિકામાં વધતું રહ્યું. 1960માં USA બિકિની પર લાગેલો પ્રતિબંધ દૂર કર્યા પછી, લોકોએ તેને ખૂબ પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું.

You might also like