અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ

અમદાવાદ: જેની ઉત્સાહપૂર્વક પતંગબાજો પણ રાહ જોઇ રહ્યા છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા શુબારંભ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવમાં 31 દેશોમાંથી 114 પતંગબાજો હાજર રહેવાના છે. સમગ્ર દેશમાંથી 150 અને રાજ્યના 350 લોકો સાથે મળી 400થી વધુ પતંગબાજો પોતોનું કરતબ બતાવશે. આખા રાજ્યમાં કુલ 14 જગ્યાએ પતંગોત્સવની ઉજવણી થવાની છે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં મુખ્યત્વે ગુજરાત પ્રવાસી સ્થળો પર થીમ પેવેલિયન,કાઈટ મેકિંગ વર્કશોપ,એડવેન્ચર એક્ટિવીટિઝ,360 VR ડિસપ્લે,ક્રાફ્ટ બજાર તથા ફૂડ સ્ટોલ રહેશે. આ કાર્યક્રમનો ટોલ ફ્રી નંબર 18002005080 છે.

નોંધનીય છે કે સાત દિવસ સુધી ચાલનાર એટલે કે 14 જાન્યુઆરી સુધી ચાલનાર આ પતંગ મહોત્સવ માટેની છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂરજોશમાં તૈયારી ચાલી રહી હતી. ત્યારે આજે ઘણા વિદેશીઓ રિવરફ્રનિટ પર પતંગ ચગાવવા માટે આવી પહોંચ્યા છે.

You might also like