જમ્મુઃ RS પૂરામાં 20 કલાકથી ચાલી રહ્યું છે ફાયરિંહ, BSFએ 3 આતંકી ઠાર કર્યા, 6 ચોકી નષ્ટ કરી

જમ્મુ કશ્મીરઃ જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાતથી આરએસપુરા સેક્ટરમાં અને અરનિયામાં ફાયરિંગ થઇ રહ્યું છે. સતત 20 કલાકથી ફાયરિંગ થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાની રેન્જની 5-6 ચોકીઓને BSFના જવાનોએ તહેસનહેસ કરી નાખી છે. જ્યારે આ હુમલામાં પાકિસ્તાનના 3 જવાનોના મોત પણ થયા છે. આ ફાયરિંગમાં 11 નાગરીકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના સિવિલ એરિયા અને કેટલાક પોસ્ટ પર ભારે નુકશાની થઇ હોવાના સમાચાર પણ સામે આવ્યાં છે.

સીમા પાર પરથી સતત મોટાર્ર લાદવામાં આવી રહ્યાં છે. નાના હથિયારો સિવાય 82 mm અને 120 mm મોર્ટાર ગોળાનો ઉપયોગ થઇ રહ્યો છે. સેનાના એક અધિકારી તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનની સેનાએ રાજોરી જિલ્લાની નોશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સવારે 10 વાગ્યાની આસપાસ કોઇ પણ માહિતી વગર સઘર્ષ વિરામનું ઉલ્લધન કર્યું હતું અને ભારતીય ચોકીઓને નિશાન બનાવ્યા હતા. નાના હથિયારીઓથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂગોળા પણ વરસાવવામાં આવ્યાં હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સંધર્ષ વિરામનો ભારતીય સેના દ્વારા જળબાતોળ જવાબ આપવામાં આવ્યો છે.

ભારતીય સેનાની જવાબી કામગીરીથી પાકિસ્તાનના 3 જવાનો માર્યા ગયા છે. હજી પણ ગોળીબાર ચાલી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલ દારૂગોળો આરએસપુરાના સુચેતગઢ સેક્ટરના એક મકાન પર જઇ પડ્યો હતો. જેના કારણે એક જ પરિવારની 6 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ છે.

 

You might also like