3000 કરોડની સંપત્તિનો માલિક છે સોનમનો ભાવિ પતિ

બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના બૉયફ્રેન્ડ આનંદ આહુજાના લગ્નની તૈયારી શરૂ થઇ ગઇ છે. સૂત્રોનુસાર, 7-8 મેનમા રોજ સોનમ આનંદની સાથે લગ્ન કરશે. કપૂર ફેમિલી તરફથી લગ્નની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. અર્જૂન કપૂર, જાહ્નવી કપૂર, રણવીર સિંહ સંગીતમાં ડાન્સ પર્ફોમ કરશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ એકબીજા સાથે ફોટોઝ શૅર કરતા રહે છે, પરંતુ તેમણે ક્યારેય પબ્લિકલી પોતાના રિલેશનશિપને લઇને કોઇ વાત કરી નથી. હવે જ્યારે તેમના લગ્ન થવા જઇ રહ્યા છે ત્યારે અમે તમને જણાવીશું છે કે ખરેખરમાં સોનમ કપૂર જેણે પરણવાની છે તે આનંદ આહુજા છે કોણ?

આનંદ આહુજાના પિતા દિલ્હીના બિઝનેસમેન છે અને શાહી એક્સપોર્ટ્સ નામની કંપનીના માલિક છે. શાહી એક્સપોર્ટ્સ ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ હાઉસ છે. આનંદ અહુજા અત્યારે શાહી એક્સપોર્ટ્સનો મેનેજિંગ ડિરેક્ટર છે.

આનંદ અાહુજાના અમિત અને અનંત નામના બે નાના ભાઈઓ છે. આનંદે દિલ્હીની અમેરિકન એમ્બેસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. Univesity of Pennsylvaniaમાં તેણે ઈકોનોમિક્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારપછી પ્રખ્યાત બિઝનેસ સ્કૂલ Whartonમાં MBA કર્યું.

રિટેલ બિઝનેસ શીખવા માટે તેણે પોતાના અંકલના સ્ટોર Macy’s Inc.માં પણ કામ કર્યું. આ સિવાય USAમાં Amazon.comમાં પ્રોડક્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું.

આનંદને સ્નીકર્સ અત્યંત ગમતા હોવાને કારણે તેણે મલ્ટી-બ્રાન્ડ સ્નીકર કંપની શરુ કરી અને તેનું નામ આપ્યું, veg non veg. આ સિવાય શાહી એક્સપોર્ટ્સની પાર્ટનરશિપમાં તેણે Bhane નામની બ્રાન્ડ પણ શરુ કરી.

પ્રેરણા નામની એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડના માધ્યમથી તે સોનમને મળ્યો હતો. 2014માં આનંદે સોનમને પ્રપોઝ કર્યુ હતું અને કહેવાય છે કે સોનમે પ્રપોઝલ સ્વીકારવામાં મહિનાઓ લગાવ્યા હતા. કહેવાય છે કે આનંદ અહુજા 3000 કરોડની સંપત્તિનો માલિક છે.

You might also like