હોટલના બેડ પર શું કામ સફેદ ચાદર પાથરવામાં આવે છે? રૂમ બુક કરતાં પહેલા જાણો કારણ

હોટેલ મોટી હોય કે નાની હોય પણ પથારી પર પાથરેલી બેડશીટ ફક્ત સફેદ રંગની હોય છે. પરંતુ તમે તેની પાછળનું કારણ જાણો છો? આના 5 રસપ્રદ કારણો છે. ચાલો આપણે જાણીએ કે આ ખાસ કારણો શું છે –

આરામ
એવું માનવામાં આવે છે કે સફેદ રંગ આંખોને આરામ આપે છે. સફેદ રંગને જોઈને તમને જેટલી શાંતિ લાગશે તેટલી અન્ય કોઈ રંગને જોઈને લાગશે નહીં. તેથી તેને પવિત્ર અને શુદ્ધ ગણવામાં આવે છે.

ગંદુ
પથારીનો રંગ સફેદ હોવાને કારણે, હોટેલ કર્મચારીની આંખોમાં ઝડપથી ગંદકી જોવા મળી જાય છે. આવું કરવાથી તેને બદલવું ખુબ સરળ બની જાય છે.

બ્લીચ કરવું સરળ
જો સફેદ પથારી પર ડાઘ હોય તો તેને બ્લીચ કરવું સહેલું છે. બ્લીચનો ઉપયોગ સામાન્ય રીતે હોટલમાં સફેદ બેડશેટ્સ સાફ કરવા માટે થાય છે. આમ કરવાથી, કાપડના તમામ જંતુઓ પણ નાશ પામે છે.

સ્ટ્રેસને રાખે છે દૂર
ઘણીવાર લોકો રજાઓના તણાવને દૂર કરવા માટે મુસાફરી કરવા નિકળે છે. આ રીતે, હોટલના રૂમની સફેદ પથારીઓ તેને ખૂબ આકર્ષિત કરે છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે હોટલમાં મહેમાન તરીકે રૂમ જેટલો સ્વચ્છ હશે તેટલું વ્યક્તિને ગમશે.

ખાસ કારણ
1990ના દાયકા પહેલાં હોટેલમાં રંગબેરંગી શીટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે જાળવી રાખવામાં સરળ હતા કારણ કે તેમાં સ્ટેનને છુપાવી શકાય. તે પછી, વેસ્ટીન હોટેલ ડિઝાઇનરોએ એક સંશોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મહેમાન માટે વૈભવી બેડનો અર્થ શું છે. ત્યાર બાદ મહેમાનની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સફેદ પથારીનો ટ્રેંડ ચાલતો આવ્યો છે.

You might also like