TATOO માટેનું આ સત્ય નહીં જાણતા હોવ તમે

આજકાલ શરીર પર ટેટૂ પડાવવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે, પરંતુ શું તમે વિચારી શકો છો કે ક્યારેક આ ટેટૂ મહિલાઓને કિડનેપ થતાં બચાવવા પણ કામ આવે છે. નેપાળની થારૂ જનજાતિના લોકો આવું જ કરતાં હતા. થારૂ જનજાતિના લોકો મહિલાઓનો રાજા મહારાજાના યૌન શોષથી બચાવવા માટે એમના હાથ અથવા પગ પર ટેટી પડાવી દેતા હતા.

જણાવા મળી રહ્યું હતું કે રાજા મહારાજા આ જનજાતિની સુંદર મહિલાઓને યૌન શોષણ માટે કિડનેપ કરીને લઇ જતા હતા. યૌન શોષણથી બચવા માટે મહિલાઓના હાથ અને પગ પર ટેટૂ પડાવીને એમની સુંદરતાને ઓછી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજ સુધી આ જનજાતિમાં ટેટૂ પડાવવાની પરંપરા રહી છે. કેટલીક વૃદ્ધ મહિલાઓના હાથ અને પગ પર ટેટૂના નિશાનસરળતાથી જોઇ શકાય છે.

કેટલાક લોકો પોતાની સ્થિતિ, વિચારધારા અને યાદગાર કહાનીઓને પ્રદર્શિત કરવા માટે પોતા શરીર પર ટેટૂ પડાવતાં હતા, પરંતુ અહીં.યા પોતાવા શરીર પર ટેટૂ જૂના મહારાજાના યૌન શોષણથી બચવા માટે પડાવવામાં આવતાં હતા. જો કે હવે ટેટૂને લઇને વિચારધારા એકદમ બદલાઇ ગઇ છે. કારણ કે યંગ જનરેશન શરીર પર ટેટૂ પડાવતા અચકાય છે એવામાં હવે આવી પંરપરાને બચાવવા માટે કેટલાક ફરમાન પણ બહાર બહાર પાડવામાં આવ્યા છે. જેના શરીર પર ટેટૂ ના હોય એમના લગ્ન થતાં નથી. આ ઉપરાંત એમણે જનજાતિવા ઉપયોગમાં આવનારી કોઇ પણ વસ્તુઓને અડવાની પરવાનગી હોતી નથી.

http://sambhaavnews.com/

You might also like