રાજકોટમાં વ્યાજખોરોએ પૈસા ન આપતાં યુવકનું કર્યું અપહરણ, પોલીસે છોડાવ્યો

રાજકોટમાં અસામાજિક તત્વોની સાથે સાથે વ્યાજખોરોનો પણ ત્રાસ વધી રહ્યો છે. રાજકોટ ગુનાખોરીનું હબ બની રહ્યું છે. હવે શહેરમાં રૂપિયાની ઉઘરાણી મામલે વ્યાજખોરો દ્વારા યુવકને માર મારીને તેનું અપહરણ કરવામાં આવ્યુ હતુ.

યુવકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસકર્મીઓ દ્વારા યુવકને વ્યાજખોરો પાસેથી મુક્ત કરાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 4 વ્યાજખોરોની ધરપકડ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અજય માલવિયા નામના યુવકે દિવાળી દરમિયાન 2 લાખ 30 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજ પર લીધા હતા. ત્યાર બાદ આ વ્યાજખોરો સતત યુવક પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. વ્યાજખોરોએ આ યુવકને માર મારવાની ધમકી પણ આપી હતી. શુક્રવારે વ્યાજખોરોએ યુવકનુ અપહરણ કર્યુ હતું. ત્યારે હવે પોલીસે અપહરણ કર્તાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ માં વ્યાજખોર નો આંતંક બેફામ બન્યો છે ત્યારે વધુ એક આંતંક વ્યાજખોરો નો સામે આવ્યો છે..રૂપિયા ની ઉઘરાણી મામલે વ્યાજખોરો દ્વારા યુવક ને માર મારી રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાઓ વધી રહ્યા છે, જેમાં અપહરણ, ચોરી, હત્યા અને ફાયરિંગ જેવા મોટા ગુનાઓ પણ સામેલ છે.

એવામાં વ્યાજખોરો પણ બેફામ રીતે ઉઘરાણી કરી માર મારવામાં કે અપહરણ કરવામાં પાછા પડી રહ્યા નથી. એવામાં પોલીસે સતત જાગૃત થઈને કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ પ્રજામાં લાગણી છે.

You might also like