વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો બેન્કો ગ્રાહકોને આપેઃ RBI

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે મોનિટરી પોલિસી કમિટી દ્વારા તાજેતરમાં ૦.૨૫ ટકાના વ્યાજદરમાં મામૂલી ઘટાડા સંબંધે તરફેણ કરી વધુમાં જણાવ્યું હતું કે ખાદ્યતેલોમાં નરમાઇ જોવા મળી રહી છે, જેનાથી ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.

આરબીઆઇના ગવર્નરે વધુમાં જણાવ્યું કે નીતિગત વ્યાજના દરમાં ઘટાડાનો બેન્કોએ પણ પ્રભાવી રીતે અમલ કરવો જોઇએ. બેન્કો પાસે વ્યાજના દરમાં ઘટાડો કરવાની હજુ પણ ‘સ્પેસ’ છે. ઉલ્લેખનીય છે કે પહેલી અને બીજી ઓગસ્ટે છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી, જેમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં હરીફાઇ વધી રહી છે તો બીજી બાજુ બેન્કના ગ્રાહકોને સાચવવાના રૂટિન ખર્ચા વધી રહ્યા છે. આ સંજોગોમાં બેલેન્સ શીટ જાળવવામાં બેન્કો લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરવાનું ઓછું પસંદ કરી રહી છે.

You might also like