વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીએ ગળાફાંસો ખાધો

અમદાવાદ: ભુજના ઉમેદનગર ખાતે રહેતા અને સત્યમ સોસાયટીમાં પ્રોવિઝન સ્ટોર ધરાવતા એક વેપારીએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે ભુજના ઉમેદનગરમાં રહેતા અને સત્યમ સોસાયટીમાં સદ્ગુરુ પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન ધરાવતા જિતેન્દ્ર ધરમસિંહભાઈ ઠક્કર નામના યુવાન વેપારીએ પોતાની દુકાનમાં છતની એંગલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બપોરના સમયે બાજુમાં અાવેલી દુકાનના વેપારીએ જિતેન્દ્ર ઠક્કરની દુકાનનું શટલ ખુલ્લુ જોતા તેણે અા અંગે પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અાત્મહત્યા કરનાર અા વેપારીએ વ્યાજ વટાવનો ધંધો કરતાં કેટલાક માથાભારે શખસો પાસેથી પૈસા લીધા હોય અને તે વ્યાજના ચક્કરમાં ફસાયા હોવાથી તેણે અા અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like