પીએફ ઉપર વ્યાજદર સંદર્ભે ૨૪મીએ નિર્ણયની શક્યતા

નવી દિલ્હી: રિટાયર્ડમેન્ટ બોડી ઇપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માટે પીએફ ડિપોઝિટ ઉપર વ્યાજદરની ૨૪મી નવેમ્બરના દિવસે જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઇપીએફઓની ટ્રસ્ટીની બેઠખ ૨૪મી નવેમ્બરના દિવસે દિલ્હીમાં યોજાનાર છે.

સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ઇપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ની મહત્વપૂર્ણ બેઠક ૨૪મી નવેમ્બરના દિવસે નવીદિલ્હીમાં મળનાર છે જેમાં ૨૦૧૫-૧૬ માટે પીએફ થાપણો ઉપર વ્યાજદર નક્કી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માટે પીએફ થાપણો ઉપર ૮.૭૫ ટકાનું વ્યાજ આપવામાં આવ્યું હતું. એવી અટકળો ચાલી રહી છે કે, બચત સ્કીમ પર વ્યાજદરને ઘટાડવામાં આવી શકે છે.

કારણ કે આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો હતો. બચત સ્કીમ પર વ્યાજદરમાં ઘટાડો કરીને સરકાર બેંકોને રેટ ઘટાડવા માટે  દબાણ લાવવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો. નાણામંત્રાલયે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, નાની બચતની સ્કીમ પર વ્યાજદરની તેના દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

You might also like