વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા યુવકનાં મોતનો મામલોઃ માથામાં ચાર ઈજા થઈ હોવાનો રિપોર્ટ

અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં ગત મહિને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે ઇજાઓથી થયું હોવાનો ખુલાસો થયો છે. વ્યાજે લીધેલા 40 હજારના વ્યાજ પેટે બે લાખ રૂપિયા ભરપાઇ કર્યા પછી પણ મુદ્દલની રકમ બાકી હોવાથી વ્યાજખોરોએ યુવકને જાહેર રસ્તા ઉપર ઢોર માર માર્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

આંબાવાડીની ડો. આંબેડકર કોલોની-મહેનતપુરામાં રમેશભાઇ મંજીભાઇ બારોટ તેમના નાના ભાઇ હેમરાજ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. રમેશભાઇની દીકરીનાં 4 વર્ષ પહેલાં લગ્ન હોવાથી તેમની કોલોનીમાં રહેતા અને વ્યાજ વટાવનો ધંધો કરતા દેવજીભાઇ બેચરભાઇ સોલંકી પાસેથી તેમણે 10 ટકા વ્યાજે 40 હજાર રૂપિયા લીધા હતા. રમેશભાઇએ 4 વર્ષમાં વ્યાજના બે લાખ રૂપિયા ચૂકવી દીધા હતા, પરંતુ મુદ્દલની રકમ બાકી હોવાનું કહીને દેવજીભાઇ રમેશભાઇ અને હેમરાજ જોડે અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતા અને ધાકધમકી આપતા હતા.

તારીખ 14 જુલાઇના રોજ દેવજીભાઇની ઉઘરાણીનું કામ કરતા નરેન્દ્ર ઉર્ફે નરેશ ખા‌િણયો, પ્રફુલ્લ ઉર્ફે પરેશ ખા‌િણયો, મધુભાઇ ઉર્ફે કાલુ ખા‌િણયો અને કેશુ ખા‌િણયાએ આંબાવાડી નાગરિક સોસાયટી પાસે રમેશભાઇ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ હેમરાજ રમેશભાઇને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ચારેય જણાએ તેને પણ માર્યો હતો, જોકે રહીશો ભેગા થઇ જતાં ચારેય જણા ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

ત્યારબાદ ચારેય આરોપીઓ દેવજીભાઇના ઇશારે હેમરાજ અને રમેશના ઘરે જઇને પણ ઢોર માર મારીને ફરાર થઇ ગયા હતા. હુમલામાં હેમરાજને દુખાવો ઉપડતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જ્યાં હોસ્પિટલમાં પહોંચતાં પહેલાં હેમરાજનું મૃત્યુ થયું હતું તબીબોએ સારવાર કરતાં પહેલાં તેનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.

આ ઘટનાના પગલે હેમરાજના ભાઇ રમેશભાઇ દ્વારા પોલીસ સમક્ષ મારા ભાઇની હત્યા કરવામાં આવી છે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જોકે પોલીસે ઘટનાના દિવસે ચારેય આરોપીઓ સામે સીઆરપીસી 151 કલમ હેઠળ અટકાયતી પગલાં ભરીને જામીન ઉપર મુક્ત કરી દીધા હતા. ત્યારબાદ એ‌િલસ‌િબ્રજ પોલીસ તારીખ 17 જુલાઇના રોજ વ્યાજખોર દેવજી સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધમાં સામાન્ય મારામારી તથા ધમકી આપવાની ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીનઅરજી ફાઇલ કરી હતી, જેમાં એ‌િલસ‌િબ્રજ પોલીસે હેમરાજનું મોત છાતીમાં દુખાવો ઉપડતાં થયું હોવાની એફિડેવિટ ફાઇલ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળતાં અને દસ્તાવેજી પુરાવા તપાસતાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની જામીનઅરજી ફગાવી છે.

હેમરાજનું પોસ્ટમોર્ટમ કરનાર વી.એસ. હોસ્પિટલના ડો. તપન મહેતાએ હેમરાજના માથામાં ચાર ઈજાઓ હોવાનો રિપોર્ટ આપ્યો છે. હેમરાજના વિસેરાને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ મુદ્દે એ‌િલસ‌િબ્રજ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી પીએસઆઇ ડી. ડી. વસાવાએ જણાવ્યું છે કે હેમરાજના મોતનું કારણ હજુ સુધી અમને જાણવા મળ્યું નથી. પ્રાથ‌િમક કારણમાં તો હેમરાજને છાતીમાં દુખાતો થતો હોવાનું સામે આવ્યું છે અને જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેમરાજના માથા ઉપર ઈજાઓ હશે તો અમે હત્યાનો ગુનો દાખલ કરીશું.

You might also like