ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ, દુશ્મન મિસાઇલનો હવામાં જ નાશ

નવી દિલ્હી: દુશ્મનની મિસાઇલોની સુરક્ષાની દિશામાં ભારતે એક પગલું ભર્યું છે, બંગાળની ખાડીના અબ્દુલ કલામ દ્વીપથી સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ એક મહીનામાં આ પ્રકારની મિસાઇલનું બીજું પરીક્ષણ હતું.

ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ સવારે આશરે 10 વાગ્યે ચાંદીપુર ટેસ્ટ રેન્જથી પૃથ્વી મિસાઇલ છોડી, એના આશરે 4 મિનીટ બાદ અબ્દુલ કલામ દ્વીપથી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ મિસાઇલ થોડીક જ મિનીટોમાં પૃથ્વી મિસાઇલનો નાશ કરવામાં સફળ રહી.

ડીઆરડીઓના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પરીક્ષણ પૂરી રીતે સફળ રહ્યું. એક રક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર આજના પરીક્ષણનો હેતુ ઉડાણ દરમિયાન ઇન્ટરસેપ્ટર મિસાઇલના માનકોંને તપાસવાનો હતો. મિસાઇલ દરેક પાયા પર સફળ રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ટેસ્ટ દરમિયાન ઓછી ઊંચાઇ પર મિસાઇલની નારક ક્ષમતાની તપાસ કરવામાં આવી. જે રીતે એને બીજી મિસાઇલનો નાશ કર્યો એના પરથી જાણવા મળે છે કે મિસાઇલે બિલ્કુલ સાચી રીતે કામ કર્યું છે.

દુશ્મનોની મિસાઇલ હુમલા વિરુદ્ધ એર ડિફેન્સસિસ્ટમ બનાવવાની દિશામાં આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ ખૂબ મહત્વની છે. 7.5 મીટર લાંબી આ મિસાઇલ રોકેટ એન્જીનથી ચાલે છે. મિસાઇલમાં અત્યાધુનિક ટેકનીકની નેવિગેશન સિસ્ટમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત મિસાઇસ હાઇટેક કોમ્પ્યૂટર સિસ્ટમ અને ઇલેક્ટ્રો મેકેનિકલ એક્ટિવેટરથી પણ લેસ છે. આ ઉપકરણ મિસાઇલને અચૂક નિશાનો લગાડવામાં મદદ કરે છે. ઇન્ટરસેપ્ટર મિસાઇલને પોતાનો મોબાઇલ લોન્ચર, સુરક્ષિત ડેટા લિંક અને ટ્રેકિંગ સિસ્ટમ છે. આ ઉપરાંત આધુનિક ટેકનીકની રડાર એને નિશાના સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

home

You might also like