આંદોલનને તીવ્ર બનાવવા પૂર્વ જવાનો દ્વારા જાહેરાત

નવીદિલ્હી : વન રેંક વન પેન્શન (ઓઆરઓપી)ને લઇને આંદોલન કરી રહેલા સેનાના પૂર્વ જવાનોએ આજે જાહેરાત કરી હતી કે, ત્રણ સપ્તાહની અંદર જ કેન્દ્ર દ્વારા જો તેમની માંગણીને પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. જો કે, આ લોકોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

વિરોધનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ જવાનોની છત્ર સંસ્થા યુનાઇટેડ ફ્રન્ટ ઓફ એક્સસર્વિસમેન દ્વારા માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વાર તેમની અને સરકાર વચ્ચે વાતચીતમાં મધ્યસ્થી તરીકે કેન્દ્રીયમંત્રી વીકે સિંહની નિમણૂંક કરવામાં આવે. વીકે સિંહ સેનાના પૂર્વ વડા પણ છે. પૂર્વ જવાનોએ ૧૫ દિવસની મહેતલ સરકારને આપી છે.

જેમાં ઓઆરઓપી સ્કીમમાં સુધારા કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સાત દિવસનો નોટિસ પિરિયડ પણ આપવામાં આવશે. આ ગાળા દરમિયાન આંદોલનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવશે. સૈનિક આક્રોશ રેલીનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું હતું .

You might also like