હોળી પર દિલ્હીમાં આતંકવાદી હુમલો કરી શકે છે PAK આતંકવાદીઓ

નવી દિલ્હી: દેશમાં હોળી નિમિત્તે આતંકવાદી હુમલાને લઇને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. વિભિન્ન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ અનુસાર બોર્ડર પર પઠાણકોટના માર્ગે દેશમાં ઘૂસેલા આતંકવાદી હુમલો કરી શકે છે.

મળતી માહિતી અનુસાર પાકિસ્તાની સેનાના એક પૂર્વ અધિકારીએ નેતૃત્વમાં છ આતંકવાદીની એક ટોળકી હોળીના અવસર પર હુમલાની ફિરાકમાં છે. તેમના અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ પઠાણકોટન માર્ગે ઘૂસેલા આતંકવદી દેશભરમાં હુમલાનું કાવતરું રચી રહ્યાં છે.

એજંસીઓન ઇનપુટ અનુસાર પાકિસ્તાનથી સમર્થન પ્રાપ્ત કરનાર આતંકવાદી ટુકડી રાજધની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ બનાવી શકે છે. તે એક સાથે મોટાપાયે હિંસા ફેલાવવાની ફિરાકમાં છે. તેમના અનુસાર સરહદ પાર આતંકવાદીઓ દેશમાં હિંસા ફેલાવી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર આ આતંકવાદી ટુકડી ખુર્શીદ આલમ ઉર્ફે જહાંગીર અસમમાં આતંકવાદીઓની બહાલી પણ કરી રહ્યાં છે. આ કામમાં તેને કેટલાક સ્થાનિક અસામાજિક તત્વોની મદદ પણ મળી રહી છે.

You might also like