ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં પડી છે Vacancy, 10 પાસ ઉમેદવાર કરી શકે છે APPLY

આઇબીમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં સિક્યોરીટી આસિસ્ટન્ટ, એક્ઝિક્યુટિવ પોસ્ટ વગેરે પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હો અને જો યોગ્ય હોય તો અંતિમ તારીખ પહેલા અરજી કરો. અરજી કરતા પહેલા આ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લો.

જગ્યા: ભરતીમાં કુલ 1054 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઉમેદવારોનો પે-સ્કેલ અને યોગ્યતાના આધારે નક્કી કરવામાં આવશે.

યોગ્યતા : આ પદ પર અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવો જોઇએ. ઉમેદવારને કોઇ એક લોકલ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. જે અંગેની વિસ્તૃત જાણકારી તમે આધાકારિક નોટિફિકેશન પર જઇને જોઇ શકો છો.

ઉંમર : ભરતી માટે ઉમેદવારની ઉંમર 27 વર્ષ સુધીની હોવી જરૂર છે. જેમાં એસસી-એસટી વર્ગના ઉમેદવારને 5 વર્ષ અને ઓબીસી વર્ગના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

અરજી માટેની ફી : ભરતીમાં અરજી કરવા ઉમેદવારે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. આ ફી જનરલ અને ઓબીસી વર્ગના પુરુષ ઉમેદવારે આપવાની રહેશે. જ્યારે એસસી-એસટી, પૂર્વ કર્મચારી તેમજ મહિલા ઉમેદવારે પરીક્ષાની ફી આપવાની રહેશે નહીં.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

અરજી કરવાની અંતિમ તારીખ : 10 નવેમ્બર, 2018

ફી જમા કરાવાની અંતિમ તારીખ : 13 નવેમ્બર, 2018

You might also like