ઇન્ટેલનો અનોખો સેગવે, જે બની જાય છે રોબોટ

અમેરિકાના લાસ વેગાસમાં કન્ઝયુમર ઇલેકટ્રોનિક શો 2016નો પ્રારંભ થઇ ગયો છે. જ્યાં વિશ્વની તમામ મોટી તકનિકી કંપીનીઓ ઉપસ્થિત થઇ છે. જ્યાં તકનિકી કંપની એક થી એક ચઢીયાતા ગેજેટ્સ તેમજ ઇલેકટ્રોનિક્સ પ્રોડકટનું પ્રદર્શન કરી રહી છે. અહીં કોઇપણ તકનીકીને ઓછી આંકી શકાય તેમ નથી. તેમ છતાં અહી રહેલો ઇન્ટેલના રોબટ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

જો રોબોટની ડિઝાઇનની વાત કરવામાં આવે તો તે સેગવે નાઇનબોટ મિનીની જેમ લાગે છે. જેને એક નાનું માથુ લગાવામાં આવ્યું છે. કોઇએક કમાન્ડ આપવાથી આ માથુ બહારની તરફ આવે છે. જેમાં એક ડિસપ્લે જોવા મળે છે, જ્યાં તેમે વિડીયો સ્ટ્રીમ કરી શકો છો. ત્યાં જ તેની બે આંખ પણ જોવા મળે છે. કુલ મળીને આ સેગવે તમને રોબોટ જેવો જ દેખાશે.

ડેમો દરમિયાન ત્યાંના અધિકારીએ સ્ટેજ પર ઓવરબોર્ડ બટલરને તેની પાછળ આવવાનું જણાવતાં તે તેની પાછળ ચાલવા લાગ્યો. રિયલસેન્સ કેમેરાની મદદથી રોબોટ કોઇ વ્યક્તિની સેન્સ લેવામાં સક્ષમ છે. આ માટે રોબોટને કોઇ સ્માર્ટફોન કે કોઇપણ ડિવાઇસની જરૂરીયાત નથી.

You might also like