વીમા પોલિસીની રકમ પડાવવા ખોટા દસ્તાવેજો બનાવ્યા

અમદાવાદ: શહેરના નરોડા-દહેગામ રોડ પર આવેલી એક ખાનગી લાઈફ ઈસ્યોરન્સ પોલિસીની બ્રાંચમાં વીમા પોલિસીની રકમ પડાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવી ખોટાં સરનામાં બદલી છેતરપિંડી કર્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડા વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલ પાછળના કેકાડીના વાસમાં રહેતા મનોજ રામચંદ્ર નાયરે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગોતા વિસ્તારમાં રહેતી આશિષ પ્રમોદભાઈ શાહ નામની વ્યક્તિએ નરોડા-દહેગામ રોડ પર આવેલી ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીની બ્રાન્ચમાં અમૃતભાઈ પટેલ નામની વ્યક્તિના ખોટા દસ્તાવેજો બનાવી સરનામું બદલી અને વીમા પોલિસીની જમા થયેલી રકમ ઉપાડવા છેતરપિંડી કરી હતી.

વીમા પોલિસની રકમ ઉપાડવા ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કર્યા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like