ઈન્સ્યોરન્સ પોલિસી માટે પણ ઈ-એકાઉન્ટ ખોલાવવું પડશે

નવી દિલ્હી: ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી ડિજિટલ ક્રાંતિ થશે. ૧ ઓક્ટોબર, ૨૦૧૬થી ઇન્સ્યોરન્સ પોલિસી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ આપવામાં આવશે. આ સિસ્ટમ ઓનલાઇન શેર ખરીદવા જેવી હશે. ત્યાર બાદ તમામ પોલિસીને ડિમેટ ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોટા ભાગની પોલિસી જેવી કે મોટર ઇન્સ્યોરન્સ પોલિસી, વિદેશી યાત્રા ઇન્સ્યોરન્સ જેવી પોલિસી માત્ર ડિમેટ ફોર્મમાં જ ખરીદી શકાશે. ઓક્ટોબર-૨૦૧૬થી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા કે રિન્યૂ કરાવવા માટે એક ઇ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવાની જરૂરિયાત ઊભી થશે.

જોકે ઇન્સ્યોરન્સ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશનાં કેટલાંક રાજ્યના ગ્રામ્ય પ્રદેશો હજુ પણ ઇન્ટરનેટની પહોંચથી બહાર છે. તેઓ માટે ઇ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવું મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે તો બીજી બાજુ આ પ્રકારની વ્યવસ્થા ઊભી થવાના કારણે તમામ પ્રક્રિયા પેપરલેસ થઇ જશે. ગ્રાહકોને ડુપ્લિકેટ પોલિસી ડોક્યુમેન્ટ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.

You might also like