ઈન્સ્યોરન્સ ક્લેઈમમાં ફ્રોડ કરનારાઓ બ્લેક લિસ્ટ થઇ જશે!

મુંબઇ: ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં ગેરરીતિનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓને મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે, જેના કારણે હવે ઇન્સ્યોરન્સ કંપનીમાં મોટા ક્લેઇમ કરનારાઓ કંપનીના સકંજામાં આવી શકે છે તથા આવા ક્લેઇમ મૂકનારાઓ ઇન્સ્યોરન્સ કંપનીમાં બ્લેક લિસ્ટ થઇ જશે. મોટા ક્લેઇમથી બચવા ઇન્સ્યોરન્સકંપનીઓ એક ઇન્ફર્મેશન બ્યૂરો બનાવશે, જેમાં તમામ ઇન્સ્યોરન્સ ગ્રાહકોનો ડેટા રાખવામાં આવશે. ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં ગેરરીતિ આચરનાર વ્યક્તિને વધુ પ્રીમિયમ પણ ચૂકવવું પડી શકે છે.

ઇન્સ્યોરન્સ સેક્ટરના જાણકારોના કહેવા પ્રમાણે જે ગ્રાહકનો ટ્રેક રેકોર્ડ સારો નથી. તેઓએ હેલ્થ ઇન્સ્યોરન્સ, મોટર ઇન્સ્યોરન્સમાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. એટલું જ નહીં આવી વ્યક્તિઓને ઇન્સ્યોરન્સ કંપની બ્લેક લિસ્ટ કરી શકે નવી પોલિસી આપવા મનાઇ પણ કરી શકે છે. આ પ્રકારની ગેરરીતિમાં સામેલ ઇન્સ્યોરન્સ એજન્ટને પણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામકાજ કરવું મુશ્કેલ બની શકે છે.

ઇન્સ્યોરન્સ સેક્ટરનું માનવું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મુકાતાં કુલ ક્લેઇમમાં ૧૦ ટકા ક્લેઇમ બોગસ હોય છે. આ પ્રકારની ડેટા બેન્ક ઊભી થવાના કારણે ઇન્સ્યોરન્સ કંપની ખોટા ચૂકવાઇ જતાં ક્લેઇમમાંથી બચી જઇ શકે છે.

You might also like