વીમા એજન્ટોના કમિશનમાં મર્યાદા આવશે

મુંબઇ: વીમા એજન્ટો દ્વારા વેચવામાં આવતી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પર કમિશનની મર્યાદા આવી શકે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ સંબંધે કવાયત હાથ ધરી છે, જેમાં એજન્ટોના કમિશનમાં ઓછામાં ઓછું તથા વધુમાં વધુ કમિશનની મર્યાદા નક્કી થશે.  ઇન્સ્યોરન્સ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઇરડા જો આ પ્રકારનો નિયમ લાગુ કરે તો ગ્રાહકોને વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ એજન્ટોને કમિશન પોલિસી પ્રીમિયમમાંથી જ ચૂકવે છે.

ઈરડાના અધિનિયમની કલમ ૪૦ એ અનુસાર પ્રથમ વર્ષના પ્રીમિયમમાં કોઇ પણ એજન્ટને ૭.૫ ટકાથી વધુ કમિશન નહીં મળી શકે. દરમિયાન ઇરડાની આ કવાયતના પગલે ઇન્સ્યોરન્સ એજન્ટોના કમિશનમાં કાપ આવે એવી શક્યતા પાછળ ઇન્સ્યોરન્સ એજન્ટોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

You might also like