હવે ડાયાબિટીસ માટે સવાર-સાંજ ઇન્જેકશન લેવા નહીં પડે….

ખાસ કરીને જે લોકોને ટાઇપ-વન પ્રકારનો એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ હોય છે તેમને નાની ઉંમરથી રોજ સવાર-સાંજ ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાં પડે છે. રોજ સોયની પીડા સહન કરવાનું કોઇના માટે સહેલું નથી હોતું. અમેરિકાના નિષ્ણાતોએ ડાયાબિટિક લોકોની જિંદગી થોડીક સરળ બને એવો ઇન્સ્યુલિન-ઓપ્શન શોધવામાં એક ડગલું આગળ વધ્યા હોવાનો દાવો કર્યો છે.

હાર્વર્ડ જોન પોલ્સન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ અપ્લાઇડ સાયન્સીસના ભારતીય મૂળના પ્રોફેસરોના મતે ટૂંક સમયમાં જ ઇન્સ્યુલિનની મોંએથી ગળવાની ગોળીઓ બનાવવાનું સંભવ બની શકે છે. અત્યાર સુધી મોંએથી લેેવાનું ઇન્સ્યુલિન વિકસ્યુ નહોતું એનું કારણ એ હતું કે આ હોર્મોન જઠર અને આંતરડાની અંતઃત્વચામાં શોષાઇ શકતું નહોતું.

જઠરમાં એસિ‌ડિક વાતાવરણ હોય છે. જે આ હોર્મોનનાં પ્રોટીન માટે અનુકૂળ નથી. આંતરડાની અંતઃત્વચામાંથી એ શોષાઇને લોહીમાં ભળે એ પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે એને લગભગ બિનઅસરકારક કહી શકાય. સંશોધકોએ આ બંને સમસ્યાઓનો ઉકેલ શોધ્યો છે.

You might also like