અપૂરતી ઊંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે

જે લોકો નિયમિતપણે ઓછી ઊંઘ લે છે અને સવારે ઊઠીને સતત આળસ અનુભવે છે તેમની રોગ સામે લડવાની ક્ષમતા ઘટે છે. અમેરિકાની યુનિ. ઓફ વોશિંગ્ટનના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે અપૂરતી ઊંઘની સમસ્યા ક્રોનિક થઇ જાય છે ત્યારે એની અસર ઇમ્યૂન સિસ્ટમ પર પડે છે. લાંબા સમયથી અપૂરતી ઊંઘ લેતા લોકોને જ્યારે કોઇ વેક્સિન આપવામાં આવે ત્યારે તેમના શરીરમાં એન્ટિ-બોડીઝ પેદા થવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. એટલું જ નહીં, નબળા એન્ટિ-બોડીઝ ધરાવતા લોકોને જે તે વાઇરસનો સંસર્ગ મળે તો એનાથી તરત જ ચેપ લાગવાની શક્યતા રહે છે. સૂવાની પેટર્ન અલગ અલગ હોય એવા જિનેટિકલી સરખું બંધારણ ધરાવતાં જોડિયાં બાળકો પર અભ્યાસ કરીને આ તારવવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like