ભાજપનાં નેતાઓને ડેમેજ કંટ્રોલનાં ભાગરૂપે દલિતોનાં ઘરે ખાવાનો નિર્દેશ

લખનઉ : સહારનપુરમાં દલિતો સાથે થયેલી મારપીટનું નુકસાન ભાજપને રાષ્ટ્રીય સ્તર પર ભોગવવું પડી શકે છે. જેના ડેમેજ કંટ્રોલ માટે પાર્ટી પ્રયાસો ચાલુ કરી દીધા છે. સુત્રો અનુસાર પાર્ટી તેના માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારનાં ત્રણ વર્ષ પુરા થવા પ્રસંગે આયોજીત એક કાર્યક્રમ મોદી ફેસ્ટની મદદ લેશે. કેન્દ્ર સરકાર દેશમાંવિવિધ સ્થળો પર મોદી ફેસ્ટ મનાવી રહી છે. જેનાં હેઠળ આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટા મંત્રીઓ પહોંચે છે.

હવે કાર્યક્રમમાં દલિતોનાં ઘરે સાંજનું ભોજન લેવાની એક નવી વાત જોડી દેવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે સહારનપુર હિંસાનાં મુદ્દે સમગ્ર દેશમાં પાર્ટી વિરુદ્ધ સંદેશ ગયો છે. એવામાં ગત્ત લોકસભા અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં દલિત મતદાતાઓએ બસપા જેવી પાર્ટીને છોડી ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે હાલ એવા મેસેજ ફરતા થયા છે કે એક ક્ષત્રિય મુખ્યમંત્રી હોવાનાં કારણે દલિતોનું ઉત્પીડન થઇ રહ્યું છે, જેનાં કારણે પાર્ટી છંછેડાઇ ગઇ છે.

ભાજપનું માનવું છે કે પાર્ટીનાં મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રી એક દલિતનાં ઘરભોજપ કરવા જાય છે તો તેમને ભરોસો થશે કે પાર્ટી તેમનું ધ્યાન રાખી રહી છે અને જેવું કે પ્રચાર કરવામાં આવે છે ભાજપ દલિત વિરોધી છે તે વાતનો છેદ ઉડી જશે.

You might also like