બપોરનાં વધેલા ભાતનાં સાંજે બનાવો “ભાત-કોથમીર વડા”

તમે જ્યારે બપોરે જમવા બેસતા હશો ત્યારે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે કેટલુંક ખાવામાં વધી પડતું હોય છે અને મહત્વનું છે કે દરેક સ્ત્રીઓ માટે વધેલું ભોજન એ એક સમસ્યા જ હોય છે.

કેમ કે આ વધેલું ભોજન એટલું ન હોય કે સાંજે બધાને ચાલી જાય. જેથી વધેલા ભોજનનું સાંજે શું કરવું તે પણ એક પ્રશ્ન છે. જો કે આવી સમસ્યામાં તમને રાહત આપે તેવી અમે રેસીપી તમારા માટે ખાસ લઈને આવ્યાં છીએ.

જો તમારે બપોરે જમવામાં ભાત વધી પડતા હોય તો તમારે હવે તેને ફેંકી દેવાની કે અન્ય કોઇ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આજની મોંઘવારીમાં આ ફેંકી દેવું તો કોઈને પણ પોષાય નહીં તે સ્વાભાવિક છે.

જો કે તેનો મતલબ એવો પણ નથી કે તમે સાંજનાં રોજ આવા ઠંડા ભાત ખાઓ. જો કે હવે આ ભાતમાંથી જ તમે એક એવી આઈટમ બનાવો કે ઘરનાં દરેક સભ્યોનાં મોમાં પાણી આવી જાય. તમે હવે આ વધેલા ભાતમાંથી ઘરે બનાવો “ભાત કોથમીરનાં વડા.”

2 કપ રાંધેલા ભાતઃ
3/4 કપ ઝીણી સમારેલી કોથમીર
3 ચમચા જેટલો ભાખરીનો લોટ
1 ચમચો ચણાનો લોટ
1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
2 ચમચા તેલ
ચપટી ખાવાનો સોડા
અડધું કટીંગ કરેલું લીંબુ
1 ચમચી મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
ચપટી હિંગ
મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. જેમાં ભાત અને કોથમીર નાંખો. તેમાં બંન્ને લોટ એટલે કે ભાખરી અને ચણાનો લોટ તેમજ દરેક મસાલાઓ નાખીને તેને બરાબર મિક્ષ કરી લો. હવે તેની અંદર સોડા અને લીંબુનો રસ નાખીને તેને હળવા હાથેથી મસળી લો.

ત્યાર બાદ હવે તેલવાળા હાથ કરીને તેનાં નાનાં-નાનાં વડાં બનાવી દો. જ્યારે હવે બધાં જ વડાં બની જાય એટલે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. લો હવે આપ સૌનાં માટે તૈયાર છે આપનાં ગરમા-ગરમ વડા. આ વડાની સાથે તમે ચટણી અથવા સોસ સાથે ગરમ વડાની મજા લો.

You might also like