ઈન્સ્ટન્ટ સેન્ડવિચ ઘેવર રબડી

સામગ્રીઃ દસ નંગ બ્રેડ (નાની વાડકીથી ગોળ કાપેલી), દોઢ વાડકી ખાંડ એક વાટકી ઘટ્ટ રબડી અથવા મલાઈ, દસ તાંતણા કેસર, અડધી ચમચી ઈલાયચી, બે ચમચી બદામ-પિસ્તાંની કતરણ, તળવા માટે ઘી.

રીતઃ સૌપ્રથમ એક કડાઈમાં  ખાંડ લઈ અડધી વાડકી પાણી ઉમેરીને  તેને ઉકાળી લેવું અને ઠંડું કરવા મૂકી દેવું. હવે બીજી એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ધીમા તાપે તેમાં બ્રેડના ગોળાકાર કરેલા પીસને ગુલાબી રંગના તળી લો. હવે આ તળેલી બ્રેડના પીસને ચાસણીમાં નાખી દો. ૧૦ મિનિટ માટે તેને ચાસણીમાં રાખી અને નિતારીને પછી બ્રેડને એક પ્લેટમાં કાઢીને મૂકો. હવે રબડીમાં કેસર, ઈલાયચી મિક્સ કરો  તળેલી બ્રેડના ડિશમાં ગોઠવેલા પીસ પર રબડી નાખો અને તેના પર કેસર-પિસ્તાં અને બદામની કતરણથી ગાર્નિશિંગ કરી ફ્રિઝમાં ઠંડું કરવા મૂકો અને તેને સર્વ કરો. તૈયાર છે સેન્ડવિચ ઘેવર રબડી.

You might also like