વડોદરામાં ગૃહમંત્રીનાં કાર્યક્રમ બાદ શમિયાણો તૂટ્યો : કાર્યકરોનો બચાવ

વડોદરા : શહેરનાં પાણીગેટ ટાંકી પાસેના મેદાનમાં નવું પોલીસ સ્ટેશન બનવાનું છે. આજે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનાં હસ્તે તેનાં ભુમિપુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ બાદ અચાનક વાવાઝોડુ અને વરસાદ પડતા શમિયાણો તુટી પડતા નાસભાગ મચી ગઇ હતી. સમીયાણા નીચે અનેક કાર્યકરો હતા ત્યારે શમિયાણો તુટી પડ્યો હતો.

જો કે શમિયાણો પડ્યો તેમાં સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. જો કે કાર્યક્રમ થોડો સમય પણ વધારે ચાલ્યો હોય તો જરૂર કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોત. અત્રે નોંધનીય છે કે સુલેમાનની ચાલી ખાતે સરકાર 1.5 કરોડનાં ખર્યે અત્યાધુનક પોલીસ સ્ટેશન બનાવવા અંગે વિચારી રહી છે.

કાર્યક્રમ પુરો થયા બાદ રાજ્યનાં ગૃહમંત્રી પોતાનાં કાફલા સાથે રવાના થયા હતા. ગૃહમંત્રી રવાના થયા બાદ 15 મિનિટમાં જ ભારે પવન સાથે વરસાદ તુટી પડતા શમીયાણો તુટી પડ્યો હતો.

You might also like