અંદરથી આલીશાન મહેલ જેવું દેખાય શિલ્પા શેટ્ટીનું ઘર, જુઓ તેની કેટલીક તસવીરો …

ફેન્સ હંમેશા સેલેબ્સની પ્રોફેશનલ લાઈફથી લઈ પર્સનલ લાઈફ સુધી દરેક વસ્તુઓ જાણવા માટે જિજ્ઞાસુ હોય છે. માટે જ બોલીવુડની ખુબસુરત અને ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ફેન્સ માટે અહિ તેના ઘરની કેટલીક ખાસ તસવીરોને શેર કરી રહ્યા છીએ…..

રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા બાદ શિલ્પા મુંબઈમાં જુહુ વિસ્તારમાં રહે છે. શિલ્પા જેટલી સુંદર દેખાય છે એટલુ જ તેનું ઘર પણ સુંદર છે.

ઘરના ડ્રોઈંગ રૂમમાં શિલ્પાએ વ્હાઈટ અને ગોલ્ડન થીમ કલરથી ડેકોરેટ કર્યુ છે. આ ઉપરાંત જેબ્રા પ્રિન્ટ ટેબલ પણ ખુબજ સુંદર લાગી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, શિલ્પાને એનિમલ પ્રિન્ટ ખુબજ પસંદ છે.

ઘરના હોલથી લઈ ડ્રોઈંગ રૂમ સુધી શિલ્પાએ પોતાના ઘરને ખુબ જ આલીશાન રીતે સજાવ્યુ છે. ઘરના દરેક ભાગમાં સજાવટ ખુબજ ખાસ રીતે કરવામાં આવી છે.

પોતાના ઘરના દરેક ખુણાને સુંદર દેખાવા માટે શિલ્પાએ તેને ફુલછોડથી સજાવ્યા છે. આ ઉપરાંત શિલ્પાના ઘરમાં એક ફેમિલી રૂમ છે, જેમાં દરેક ચીજવસ્તુ કલરફુલ છે, કેમકે જે પણ ત્યા બેસે તેનો મુડ મસ્તી ભર્યો રહે.

શિલ્પાએ પોતાના ઘરની દરેક વસ્તુને સ્ટાઈલીશ વસ્તુથી સજાવી છે. ઘરનો દરેક ખુણો પર્ફેક્ટ રૂપથી સજાવેલો છે.

શિલ્પાના ઘરેથી સમુદ્રનો નજારો એકદમ સાફ દેખાય છે, જે તેના ઘરની સુંદરતામાં વધારો કરે છે.

You might also like