INS વિરાટ અંતિમ યુદ્ઘાભ્યાસ માટે વિશાખાપટ્ટનમ જવા રવાના

મુંબઈ : લગભગ ૬ દાયકા સુધી ભારતીય દરિયા કાંઠાઓનું સંરક્ષણ કર્યા બાદ વિમાન વાહક યુદ્ઘ વહાણ આઈએનએસ વિરાટ રિટાયરથવા જઈ રહ્યું છે. યુદ્ઘ વહાણ પોતાની અંતિમ સૈન્ય તહેનાતી માટે રવાના થઈ ગયું છે. આ વર્ષનાં અંતે તેની સેવાઓ બંધ કરી દેવાશે. મળતી માહિતી મુજબ ૧૨૦૦ સૈન્ય અધિકારીઓ અને સૈનિકોને લઈને આઈએનએસ વિરાટ મુંબઈથી વિશાખાપટ્ટનમ માટે રવાના થઈ ગયું છે કે જયાં તે આવતા મહીને યોજનાર નેવીના મૅસિવ ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂ (આઈએફઆર)માં ભાગ લેશે.

 

વિશાખાપટ્ટનમ બંદરે સમગ્ર વિશ્વમાંથી ૧૦૦ વહાણો અને ૫૦ નેવીઝ એકત્ર થનાર છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં હાજર રહેશે. આઈએનએસ વિરાટ પોતાના સમ્પૂર્ણ સૈન્યતામઝામ એટલે કે છ ફાઇટર જેટ, ચેતક તથા સી કિંગ એન્ટિસબમરીન વૉરફૅર હેલીકૉપ્ટર સાથે વિશાખાપટ્ટનમ માટે રવાના થયું છે. આઈએનએસ વિરાટ આગામી ૪થી ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ પહોંચશે. ત્યાંથી તે પોતાનો છેલ્લો દરિયાઈ પ્રવાસ કરી મુંબઈ પરત ફરશે.

 

સંરક્ષણ પ્રધાને ગત વર્ષે દેશનાં દરિયા કાંઠાનાં રાજયો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે તેઓ માત્ર એક રુપિયો ચુકવી આઈએનએસ વિરાટને હાસલ કરી શકે છે અને તેને દરિયામાં તરતું મ્યુઝિમય બનાવી શકે છે. જોકે આમ કરવા ઇચ્છતાં રાજયે ૩૦૦૦ કરોડ રુપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. ઉપરાંત આઈએનએસ વિરાટનોવાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ જ ભારે રહેશે. તેથી કોઈ પણ રાજયે આઈએનએસને માત્ર ૧ રુપિયામાં હાસલ કરતા પહેલા ઘણુ બધુ વિચારવું પડશ

You might also like