મુંબઇ વોરશિપ INS બેતવા દુર્ઘટનાગ્રસ્ત : 2ના મોત 15 ઘાયલ

મુંબઇ : ઇન્ડિયન નેવલ વોરશિપ આઇએનએસ બેતવામાં સોમવારે દુર્ઘટના ઘટી હતી. ડોક્સ મૈક્નિઝમ ફેલ થવાનાં કારણે બેતવા કિનારે અથડાયું હતુ અને પછી સ્લિપ થઇ ગયું હતું. નેવીએ આ ઘટનાની પૃષ્ટી કરી છે. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યા છે અને 15 લોકો સામાન્ય રીતે ઘાયલ થયા હોવાનુંજણાવાઇ રહ્યું છે.

3800 ટનનું બેતવા ગાઇડેડ મિસાઇલથી લેસ છે. જેમાં એન્ટી મિસાઇલ સિસ્ટમ અને બરાક-1 સરફેસ ટૂ એર મિસાઇલથી પણ લેસ છે. નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે શર્માએ સોમવારે જણાવ્યું કે આ દુર્ઘટના ટેકનીકલ ખામીના કારણે થઇ છે. અને તેઓ વોરશિપમાં જે પણ નુકસાન થયું છે તેને યોગ્ય કરવામાં આવી ર્યું છે. આ દુર્ઘટના તેવા સમયે થઇ હતી જ્યારે તેને નેવલ ડોકયાર્ડથી સમુદ્રમાં ઉતારવામાં આવી રહ્યું હતું.

તે વોરશિપ 2004માં નેવીમાં કમીશંડ થયું હતું. નેવીના અનુસાર દુર્ઘટના બાદ કેટલું નુકસાન થયું છે તેની ગણત્રી કરવામાં આવી રહી છે. જો કે આ કોઇ મોટી દુર્ઘટના નથી.

You might also like