કેશોદ અપહરણનાં ઇજાગ્રસ્ત તરૂણનું મોત : NRI લેવાના હતા દત્તક

રાજકોટ : જૂનાગઢના કેશોદ નજીક માણેકવાડા પાસે એખ પટેલ તરૂણના અપહરણનો પ્રયાસ થો હતો. બે બુકાનીધારીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની સાતે રહેલા તેના બનેવી અને અપહરણકર્તાઓ વચ્ચે મારામારી દરમિયાન તરૂણ અને તેના બનેીને ઇજા થઇ હતી.

બંન્નેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન ગોપાલ સેજાણી (ઉ.વ 12)નું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોપાલને લંડનની એક મહિલા દત્તક લેવાના હતા.

રાજકોટથી પરત ફરતી વખતે કેશોદ પાસે ગાડી ઉભી રાખી હતી. જો કે દરમિયાન ત્યા એક ગાડીમાં બે બુકાનીધારીઓ આવી કારમાં એકલા બેઠેલા ગોપાલને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. ગોપાલની બુમાબુમ સાંભળીને તેના બનેવી દોડી આવ્યા હતા.

અપહરણકર્તાઓએ સાળા બનેવીને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ આપવામાં આવ્યા હતા.

You might also like