ઈન્ફોસિસમાં ચેરમેન તરીકે નંદન નીલેકણીની નિયુક્તિને મંજૂરી

નવી દિલ્હી: ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરની અગ્રણી કંપની ઇન્ફોસિસના શેરધારકોએ નંદન નીલેકણીને કંપનીના ચેરમેન તરીકેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં શેરધારકોએ યુબી પ્રવીણ રાવની મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નિમણૂકને પણ મંજૂરી આપી દીધી છે.

બેંગલુર સ્થિત ઇન્ફોસિસ કંપનીના શેરધારકોએ રૂ. ૧૩ હજાર કરોડના શેરને બાયબેક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દીધી છે.
દરમિયાન ગઇ કાલે આ કંપનીના શેરનો બંધ ભાવ રૂ. ૯૨૩.૬૫નો પડ્યો હતો. આજે આ શેરમાં ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે ૧.૫૪ ટકાનો ઉછાળો નોંધાઇ ૯૩૭.૮૫ પૈસાના મથાળે ભાવ ખૂલ્યો હતો.

You might also like