ઈન્ફોસિસ કંપનીનાે નફો પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩.૩ ટકા ઘટ્યો

બેંગાલુરુ: નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નું એપ્રિલથી જૂન મહિનાનું આજે ઇન્ફોસિસ કંપનીએ પ્રથમ ત્રિમાસિક સમયગાળાનું પરિણામ જાહેર કર્યું હતું. કંપનીએ આજે જાહેર કરેલા પરિણામમાં પ્રોફિટ ૩.૩ ટકા ઘટીને ૩,૪૮૩ કરોડનો થઇ ગયેલો જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી એપ્રિલના સમયગાળામાં કંપનીનો પ્રોફિટ ૩,૬૦૩ કરોડનો જોવા મળ્યો હતો.

આવકમાં પણ ૦.૨ ટકાનો ઘટાડો નોંધાઇ રૂ. ૧૭,૦૭૮ કરોડની જોવાઇ છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. ૧૭,૧૨૦ કરોડની હતી. આજે જાહેર કરેલા પરિણામ બાદ કંપનીના શેરમાં સકારાત્મક ચાલ જોવા મળી હતી.
આજે જાહેર કરેલા પરિણામમાં કંપનીની ડોલરના સંદર્ભમાં આવક ૩.૨ ટકા વધીને ૨૬૫.૧ કરોડ ડોલરની સપાટીએ પહોંચી હતી.

આજે જાહેર કરેલા પરિણામમાં કંપનીએ ડોલર રેવન્યૂ ગાઇડન્સ અગાઉ ૬.૧-૮.૧ ટકાથી વધારીને કંપનીએ ૭.૧-૯.૧ ટકા કર્યું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીએ ડોલરમાં અગાઉના ગાઇડન્સને સુધારો કરતા કંપનીના શેરમાં પરિણામ બાદ સુધારો જોવા મળ્યો હતો. કંપનીનો શેર પરિણામ બાદ ૯૯૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો, જોકે ગઇ કાલે આઇટી સેક્ટરની ટીસીએસ કંપનીના પરિણામ બાદ આજે શરૂઆતે આ કંપનીના શેરમાં ૧.૬૧ ટકાનો ઘટાડો
નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like