આઈટીમાં મંદી હોવા છતાં ઈન્ફોસિસના એક્ઝિક્યુટિવની સેલરી ૫૦ ટકા વધી

બેંગલુરુ: અમેરિકાની વેપાર નીતિ સહિત દુનિયાના વિવિધ દેશોમાં કામકાજમાં જોવા મળેલા ઘટાડાના પગલે સ્થાનિક આઇટી કંપનીઓ પર સીધી અસર જોવા મળી છે, પરંતુ મંદીની આ પરિસ્થિતિમાં પણ ઇન્ફોસિસ કંપનીએ ચાર સિનિયર એક્ઝિક્યુટિવ્સના સેલરી-પેકેજ પાછલા નાણાકીય વર્ષમાં ૫૦ ટકાનો વધારો થયો છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવના પગારમાં પણ વધારો કરાયો છે, જેને લઇને કંપનીના ફાઉન્ડરે એપ્રિલ મહિનામાં નારાજગી પણ વ્યક્ત કરી હતી.

નાણાકીય વર્ષ ૨૦૧૭ના વાર્ષિક રિપોર્ટમાં પ્રેસિડેન્ટ રાજેશ મૂર્તિ, સંજય ડડલાણી, મોહિત જોશી અને ડેપ્યુટી ચીફ ઓપરેટિંગ ઓફિસર રવિ કુમાર એસ. એમ દરેકને નાણાકીય વર્ષ ૨૦૧૭માં રૂ. ૧૪ કરોડનું કુલ કોમ્પનસેશન મળ્યું છે. આ વધારો ખાસ કરીને પર્ફોર્મન્સ બેઇઝ ઇન્સેન્ટિવના ભાગરૂપે આપવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like