ઇન્ફોસિસનાં કર્મચારીની બાથરૂમમાંથી મળી આવી નગ્ન લાશ

ચેન્નાઇ : ઇન્ફોસિસનાં 32 વર્ષીય કર્મચારી ઇલયારાજા અરૂણાચલકનો ઓફીસનાં બાથરૂમમાંથી નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. સાથી કર્મચારીઓને ઇલાયારાજા બાથરૂમમાં પડ્યો હોવાની જાણ થતા તાત્કાલીક સ્થાનિક હોસ્પિટલે લઇ ગયા હતા. જ્યાં ફરજપરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અસામાન્ય સ્થિતીમાં મૃત્યુ હોવાનો કેસ પોલીસે નોંધ્યો છે.

અસામાન્ય પરિસ્થિતીમાં મૃત્યુ થવાનાં કારણે પોલીસ કેસ નોંધાયો છે. ઇલયારાજા પરિવારનો પણ દિકરાની હત્યા થઇ હોવાનો દાવો કર્યો છે. પરિવારે કેટલાક લોકો પ્રત્યે આશંકા પણ વ્યક્ત કરી હતી. જો કે પોલીસે તે માહિતી આપવાની મનાઇ કી હતી. ઇલયારાજા સોમવારે ઓફીસે ગયો હતો પરંતુ પરત આવ્યો નહોતો. બીજા દિવસે તેની પત્નીએ પોલીમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. મૃતક ઇલયારાજને ઇન્ફોસિસમાં પ્રાઇવેટ કેબિનટ પણ ફાળવવામાં આવી હતી.

તપાસ અધિકારીનાં અનુસાર અમને કોલ મળ્યો ત્યાર બાદ અમે ઘટના સ્થળે ગયા તો ત્યાં ઇલજયારાજા ડોરમેટરી જેવો રૂમ કે જ્યાં કર્મચારીઓ આરામ કરે છે ત્યાંથી તેમનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. તેની પર બે બેડશીટ્સ ઓઢાડેલી હતી. જો કે તેના શરીર પર કોઇ નિશાન નથી મળ્યા.

You might also like