મોંઘી થઇ ખાણી-પીણીની વસ્તુઓ, ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંધવારી દર

નવી દિલ્હી: જનતાને મોંઘવારીથી કોઇ પણ રાહત મળતી દેખાઇ રહી નથી. મોંઘવારી દર ડિસેમ્બરમાં સતત ચોથા મહિનામાં વધી છે. દેશમાં ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મૂલ સૂચકાંક (ડબ્લ્યૂપીઆઇ) પર આધારિત મોંઘવારી દર 0.73 ટકા રહી, જ્યારે નવેમ્બરમાં આ દર -1.99 ટકા હતી.

કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરેલ જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકના આંકડા અનુસાર, દાળ, શાકભાજી ખાસકરીને ડુંગળીના ભાવમાં ઉછાળો ચાલું છે. ડિસેમ્બરમાં વાર્ષિક ખાદ્ય મોંધવારી દર 8.17 ટકા રહી છે, જ્યારે ઓઇલ અને ઉત્પાદીત વસ્તુઓનો દર નકારાત્મક છે. ઓઇલની દર નકારાત્મક 9.15 ટકા અને ઉત્પાદિત વસ્તુઓનો દર નકારાત્મક 1.36 ટકા છે.

ડિસેમ્બરમાં નોન ફૂડ આર્ટિકલ્સની મોંઘવારી દર વધીને 7.70 ટકા થઇ છે જ્યારે ડિસેમ્બરમાં નોન ફૂડ આર્ટિકલ્સની મોંઘવારી દર 6.33 ટકા રહ્યો હતો. ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારીનો દર વધીને 20.56 ટકા થઇ છે જ્યારે નવેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 14.08 ટકા રહ્યો છે.

આ સતત 14મો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી શૂન્યથી નીચે છે. આ દૌર ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયો છે જ્યારે જથ્થાબંધ મૂલ્યવાળી મોંઘવારી દર શૂન્યથી નીચે ગયો હતો. જથ્થાબંધ સૂચકાંક પર આધારિત મુદ્રાસ્ફીતિ ગત વર્ષે ઓક્ટોબરમાં 1.66 ટકા હતો.

You might also like