રાંધણગેસ પર મોંઘવારીનો માર, ફરી મોંઘો થયો LPG સિલેન્ડર

ઘરેલૂ રસોઇ ગેસ હજુ વધારે મોંઘી થઇ ગઇ છે. સરકારનાં એલપીજી ડીલરોનાં કમીશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવાવાળી એલપીજી ગેસ સિલિન્ડરનાં દરોમાં આ વધારો થઇ ગયો છે. એલપીજી કિંમતમાં બે રૂપિયા પ્રતિ સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

સાર્વજનિક ક્ષેત્રની ખુદરા ઇંધણ કંપનીઓની કિંમત અધિસૂચના અનુસાર 14.2 કિલોની સબસિડીવાળા એલપીજી સિલેન્ડરની દિલ્હીમાં કિંમત 507.42 રૂપિયા હશે કે જે પહેલા 505.34 કરોડ રૂપિયા હતી.

આ પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં મંત્રાલયે કહ્યું કે, 14.2 કિલો અને 5 કિલોનાં સિલેન્ડર પર ઘરેલૂ એલપીજી વિતરકોનું કમીશન છેલ્લી વાર સપ્ટેમ્બર 2017માં ક્રમશઃ 48.89 રૂપિયા તથા 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં હતાં.

આદેશ અનુસાર એલપીજી વિતરકોનાં કમીશનની નવી રીતે સમીક્ષાને માટે અધ્યયનનાં બાકી થવાની વચ્ચે પરિવહન લાગત, વેતન આદિમાં વૃદ્ધિને દેખતા અંતિમ ઉપાયનાં રૂપમાં વિતરકોનું કમીશન 14.2 કિલોનાં સિલેન્ડરને માટે વધારીને 50.58 રૂપિયા પ્રતિ સિલેન્ડર તથા 5 કિલોનાં સિલેન્ડરનાં મામલામાં 25.29 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ મહીને આ બીજો મોકો છે કે જ્યારે એલપીજી સિલેન્ડરનાં ભાવ વધારી દેવાયાં છે. આ પહેલાં, એક નવેમ્બરનાં રોજ મૂળ કિંમત પર કરને કારણ પ્રતિ સિલેન્ડર 2.84 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જૂનથી એલપીજી સિલેન્ડરનાં ભાવ દર મહીને વધે છે. આનું કારણ ઉચ્ચ મૂળ કિંમત પર જીએસટી ચૂકવણી છે અને કુલ મિલાવીને કિંમત 16.21 રૂપિયા વધ્યાં છે.

મુંબઇમાં 14.2 કિલોનાં એલપીજી સિલેન્ડરનો ખર્ચ હવે 505.05 રૂપિયા જ્યારે કોલકાતામાં 510.70 રૂપિયા તથા ચેન્નઇમાં 495.39 રૂપિયા થશે. જુદાં-જુદાં રાજ્યોમાં સ્થાનીય કરો તથા પરિવહન ખર્ચને કારણ ભાવ અલગ-અલગ છે.

You might also like