મોંઘવારીના મારથી મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિ બેકાબૂઃ કોંગ્રેસ

અમદાવાદ: ‘અચ્છે દિન’ના વાયદા કરી સત્તા મેળવનાર મોદી સરકારે સત્તામાં આવ્યાની સાથે સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી પરિસ્થિતિથી બેકાબૂ બનાવી છે. જે રીતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું છુટક વેચાણ ફુગાવો ૧૪ મહિનાની સૌથી ઊંચા ૫.૪૧ ટકા દરને લીધે દેશના સામાન્ય નાગરિકોના રોજીંદા જીવનમાં અતિપરેશાની સામે ચૂંટણી સમયે મોટા અને ખોટા વાયદા કરનાર ભાજપ સરકાર મોંઘવારી અંગે જવાબ આપે તેવી માંગ કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, રોજબરોજના જીવનમાં ખાદ્ય ફુગાવો ૬.૦૭ ટકા સાથે છુટક ભાવાંકમાં, કઠોળ-દાળમાં ૪૬.૦૮ ટકા, શાકભાજીમાં ૪ ટકા, ફળ-ફ્રુટમાં ૨.૦૭ ટકા જયારે જથ્થાબંધ બજારમાં ખાદ્ય પદાર્થો ફુગાવો દર ડુંગળીમાં ૫૨.૬૯ ટકા, દાળ-કઠોળમાં ૫૮.૧૭ ટકા, શાકભાજીમાં ૧૪.૦૮ ટકાનો ભાવ વધારો ભાજપ સરકારની સંગ્રહખોરી, કાળાબજારીઓને પ્રોત્સાહન આપતી નીતિનું પરિણામ છે.

સમગ્ર વિશ્વમાં ક્રુડની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે તેમ છતાં દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રાહત મળવી જોઈએ તે ભાજપ સરકાર ઓઈલ કંપનીઓ આપતી નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે બૂમાબૂમ-સરઘસ કાઢનાર ભાજપ હવે સત્તામાં છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનો લાભ દેશના નાગરિકોને મળે તે માટે કેમ કોઈ પગલાં ભરતું નથી? એક તરફ ભાજપ સરકાર દાવો કરે છે કે, દાળ-કઠોળનું ઉત્પાદન વધ્યું છે.

ગુજરાત દેશમાં એક એવું રાજ્ય છે કે, જયાં તુવેર દાળ અને અન્ય દાળનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને ત્યાં જ સૌથી વધુ ભાવ સામાન્ય-મધ્યમવર્ગ પાસે વસૂલાય છે. સંગ્રહખોરો, કાળાબજારીયાઓને નાથવા માટે કોઈ નક્કર પગલાં ભરાતાં નથી. ગુજરાતના એક ઉદ્યોગપતિએ ગેસ, વીજળીની જેમ જ ભાજપ સરકારના આશીર્વાદથી દાળ-કઠોળના ખરીદ વેચાણ પછી મોટો જથ્થો સંગ્રહ કરી ગુજરાત અને દેશના નાગરિકો મોંઘવારીનો ભોગ બને તે રીતે માર્કેટને કબજે કરવાનો પ્રયત્ન કર્યો છે.

કોંગ્રેસના શાસનમાં            ભાજપના શાસનમાં
(પ્રતિ કિ.ગ્રા) (રૂ.)               (પ્રતિ કિ.ગ્રા) (રૂ.)
તુવેર દાળ                                      ૫૫ થી ૬૫                        ૧૯૦/-થી ૨૧૦
અડદ દાળ                                     ૫૦ થી ૬૫                         ૧૬૦/-થી ૧૮૫
મગની મોગર દાળ                        ૪૫ થી ૫૫                        ૧૪૦ થી ૧૬૦
મસૂર દાળ                                     ૪૦ થી ૪૫                         ૧૧૦ થી ૧૨૦
મગની ફોતરાવાળી દાળ               ૪૫ થી ૫૫                        ૧૧૫ થી ૧૨૫
રાજમા                                           ૩૫ થી ૪૫                         ૧૦૦ થી ૧૨૦
ચણા                                              ૨૫ થી ૩૫                          ૭૦ થી ૮૦

You might also like