કાશ્મીરનાં કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : 2 જવાન શહીદ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં નૌગામ સેક્ટરમાં સીમા પર ઘૂસણખોરી દરમિયાન સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઘૂસણખોરીનાં પ્રયાસમાં શનિવારે સાજે કરવામાં આવી જેને સેનાએ નિષ્ફળ બનાવી હતી. જો કે આ ઘર્ષણ દરમિયાન આપણા બે જવાનો પણ શહીદ થયા હતા. હાલ પણ સીમા પર ઓપરેશન ચાલી રહ્યું છે.

સેનાનાં અધિકારીઓનાં અનુસાર કાશ્મીરનાં કુપવાડામાં નૌગામ સેક્ટરમાં સેનાએ ઘૂસણખોરીનો પ્રયોસ કરી રહેલા આતંકવાદીઓને અટકાવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં 2 આતંકવાદીઓનાં મોત નિપજ્યા હતા. સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે ઘૂસણખોરી અટકાવવા માટે કુપવાડાનાં નૌગામમાં આપણા 2 જવાનો શહીદ થયા છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ ઘૂસણખોરીની આ હરકત સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીનાં નિવેદનનાં એક દિવસ બાદ છે. શુક્રવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી જેટલીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં સંદેશ આપતા કહ્યું હતું કે સીમા પર સીઝપાયર ઉલ્લંઘનનું ભારતીય સેના આકરા શબ્દોમાં જવાબ આપશે. લાઇન ઓફ કંટ્રોલની મુલાકાત દરમિયાન જેટલીએ કહ્યું હતું કે સેના ઘૂસણખોરી અટકાવવા માટે તૈયાર છે.

You might also like