INDvsZIM : ભારે રસાકસી બાદ ભારતનો 2 રનથી પરાજય

હરારે : ત્રણ ટી20 મેચની સીરીઝની પહેલી જ મેચમાં ભારતનો 2 રનથી શરમજનક પરાજય થયો હતો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાવ્બેની ટીમે 170 રન બનાવ્યા હતા. જેમાં ચિગુંબરાનાં અણનમ 54 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરનાં અંતે 6 વિકેટનાં નુકસાને 170 રન બનાવવામાં સફળતા મળી હતી. ભારતને જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જો કે ભારત 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 168 રન જ બનાવી શકી હતી.
બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની પહેલી વિકેટ પહેલી જ ઓવરનાં પહેલા જ બોલ પર પડ્યો હતો. ફાસ્ટ બોલર તિરિપાનોએ ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલને ખાતુ ખોલ્યવા વગર જ શૂન્ય રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. ચિભાભાએ અંબાતી રાયડૂને 19 રન પર પ્લીન બોલ્ડ કર્યો હતો. ભારતની ત્રીજી વિકેટ મનપ્રીત સિંહ તરીકે પડી હતી. તેને ચિભાભાએ 31 રન પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. કેદાર જાઘવને મુજારાબાનીએ 19 રન પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મનીષ પાંડેએ સારી બેટિંગ કરી અને 48 રન બનાવ્યા હતા. અક્ષર પટેલને મદજીવાએ 18 રન પર આઉટ કર્યો હતો. ધોની 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો કે તે ટીમને નિશ્ચિત સ્કોર કરીને વિજય સુધી પહોંચાડી શક્યો નહોતો.

વનડેમાં ક્લિન સ્વિપ બા ત્રણ મેચોની ટી-20 સિરિઝમાં શનિવારે ટીમ ઇન્ડિયા હરારે સ્પોર્ટ ક્લબ મેદાનમાં પહેલી મેચ ઝિમ્બાવ્બે વિરુદ્ધ રમશે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણ કર્યો છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં યુવા ક્રિકેટરોની ફોઝ વનડેમાં શાનદાર પ્રદર્શન કરી ચુકી છે. જેનાં કારણે ઉત્સાહીત અને આત્મવિશ્વાસથી ભરપુર છે.

You might also like