રોહિત શર્મા બન્યો T-20 સેન્ચ્યુરીનો સિકંદર, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ન્યૂ દિલ્હીઃ ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (નાબાદ 111 રન, 61 બોલ, 8 ચોક્કા અને 7 છક્કા)એ લખનઉ ક્રિકેટ સ્ટેડિયમમાં દિવાળીનાં એક દિવસ પહેલાં જ ધમાકો કરતા ઇતિહાસ રચી નાખ્યો. તેઓએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની ચોથી સદી લગાવી. આ સાથે જ તેઓએ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કરી લીધો. આ પહેલા તેઓનાં અને ન્યૂઝીલેન્ડનાં કોલિન મુનરોનાં નામે 3-3 સદી હતી. વર્લ્ડ રેકોર્ડ સંયુક્ત રૂપથી આ બંને જ બેટ્સમેનોનાં નામે હતી.

એટલું જ નહીં, સલામી ક્રિકેટર રોહિત શર્મા ઇનિંગનાં 11મા રન પૂર્ણ કરતા જ ભારત તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારા ક્રિકેટર બની ગયાં. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વર્તમાન સિરીઝમાં ટીમની કમાન સંભાળનારા રોહિતે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો કે જેને આ સીરીઝમાં વિશ્રામ આપવામાં આવ્યો.

T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોનાં નામે કેટલી સેન્ચ્યુરી?
1. રોહિત શર્મા (ભારત): 4 સદી
2. કૉલિન મુનરો (ન્યૂઝીલેન્ડ): 3 સદી
3. ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ): 2 સદી
4. ઇવિન લુઇસ (વેસ્ટ ઇન્ડીઝ): 2 સદી
5. બ્રેંડન મૈકલમ (ન્યૂઝીલેન્ડ): 2 સદી
6. લોકેશ રાહુલ (ભારત): 2 સદી
7. ગ્લેન મૈક્સવેલ (ઓસ્ટ્રેલિયા): 2 સદી

You might also like