ઉદ્યોગોમાં સૌથી વધુ વીજળીની ચોરી થાય છે

પણજી: દેશમાં ઉદ્યોગોમાં સૌથી વધુ વીજળીની ચોરી થઇ રહી છે. પાવર મિનિસ્ટર પીયૂષ ગોયેલના જણાવ્યા પ્રમાણે વીજળીની ચોરી કરવામાં મોટા લોકો પણ સામેલ છે. બે દિવસીય સંમેલનમાં કેન્દ્રના પાવર મિનિસ્ટરે વધુમાં જણાવ્યું કે લાઇનમેન તથા વિભાગના અધિકારીઓને લાંચ આપવામાં આવે છે. તેઓએ ચોરીમાં સામેલ લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે અને જણાવ્યું છે કે વીજળીની ચોરી અટકવાથી સામાન્ય લોકોને લાભ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગરીબ લોકો વીજળી ચોરીના મામલામાં જોડાયેલા નથી. ખેડૂત વીજળી ચોરીમાં સામેલ નથી, કારણ કે તેઓને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ થઇ રહી છે. તેમણે કહ્યું સૌથી વધુ વીજળીની ચોરી ઉદ્યોગોમાં થાય છે, કારણ કે આ ક્ષેત્રે મોટા લોકો જોડાયેલા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પાવર સેક્ટરમાં ધરખમ ફેરફાર લાવી રહી છે તથા સામાન્ય લોકો સુધી વીજળી પહોંચે તે માટે અમે કવાયત હાથ ધરી છે.

You might also like