ઉદ્યોગ સંગઠનોએ ઉકેલ લાવવા સરકાર પર પ્રેશર વધાર્યું

અમદાવાદ: ટ્રાન્સપોર્ટર્સની શુક્રવારે શરૂ થયેલી અનિશ્ચિત મુદતની હડતાળ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી છે. હડતાળના પગલે ટ્રાન્સપોર્ટર્સને તો ભારે આર્થિક નુકસાન જઇ રહ્યું છે, પરંતુ ધીમે ધીમે હવે અન્ય ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝને પણ અસર જોવા મળી રહી છે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક-ટ્રાન્સપોર્ટર્સની હડતાળના પગલે મોટા ભાગની ચીજવસ્તુઓનું પરિવહન ઠપ થઇ ગયું છે અને તેના કારણે અન્ય ઇન્ડસ્ટ્રીઝ ઉપર પર તેની અસર જોવા મળી રહી છે.

દરમિયાન ટ્રાન્સપોર્ટર્સની અનિશ્ચિત મુદ્દતની હડતાળના પગલે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ ઉદ્યોગ સંગઠનોએ સરકારને પત્ર લખીને ઇન્ડસ્ટ્રીઝને પડી રહેલી હાલાકીથી વાકેફ કર્યા છે. તેઓનું કહેવું છે કે પરિવહન ઠપ થઇ જવાના કારણે એક્સપોર્ટના ઓર્ડર પર સીધી અસર જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને સરકાર વચ્ચે એક અનૌપચારિક બેઠક મળી હતી, જેમાં કોઇ ઠોસ ઉકેલ આવ્યો ન હતો. ટ્રાન્સપોર્ટર્સના ડીઝલના ભાવમાં કરાયેલો બેફામ વધારો, ટોલ ટેક્સ નીચી, ઇ-વે બિલ વગેરે પ્રશ્નો છે.

You might also like