હવે ઔદ્યોગિક કામદારોને પણ કેશલેસ પેમેન્ટઃ પગાર સીધો બેન્કમાં જમા થશે

નવી દિલ્હી: કેશલેસ ઇકોનોમીનો વ્યાપ વધારવા સરકાર હવે દેશના ઔદ્યોગિક કામદારોના સીધા બેન્ક ખાતામાં પગાર આપવાની યોજના તૈયાર કરી રહી છે. નોટબંધી બાદ કેશની અછત અને ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં સરકાર હવે પારદર્શિતા લાવવા માગે છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ પગલાં અંગે એક કેબિનેટ નોંધ સકર્યુલેટ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે કામદારોના પગાર બેન્ક ખાતામાં કરવાથી તેમને લઘુતમ વેતન મળે છે કે કેમ તેની પણ ખબર પડી શકશે.

કેન્દ્રીય શ્રમપ્રધાન બંડારુ દત્તાત્રેયે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગેના કાયદામાં સુધારો કરશે કે જેેથી કામદારોને તેમના પગારનું પેમેન્ટ ચેક માધ્યમ દ્વારા અથવા બેન્ક ખાતામાં જમા કરાવી શકાય. દત્તાત્રેયે જણાવ્યું હતું કે કામદાર સંઘ પણ એવી માગણી કરી રહ્યા છે કે કામદારોના પગાર બેન્ક ખાતામાં ઇલેકટ્રોનિક મોડ દ્વારા જમા થાય અને આ માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવામાં આવે.

મોદી સરકારના કેશ ઇકોનોમી વધારવાના પ્રયાસોની સાથે આ પગલું ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. એક કામદાર કે જેની માસિક આવક રૂ.૧૮,૦૦૦થી વધુ નથી તે આ નિયમ હેઠળ ઇલેકટ્રોનિક પેમેન્ટ માટે હકદાર બનશે. રેલવે, એર ટ્રાન્સપોર્ટ અને ખાણ સહિત અન્ય ક્ષેત્રોમાં મોટા ભાગનું કામકાજ કોન્ટ્રાકટરો દ્વારા થાય છે. કાેન્ટ્રાક્ટરો શ્રમિકો સાથે છેતરપિંડી ન કરે અને તેમના હક મુુજબ મહેનતાણું મળે તે માટે સરકાર ઇલેકટ્રોનિક પેમેન્ટ માટે પ્રયાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like