મંડાલી ગામ પાસેના ઇન્ડ‌િસ્ટ્રયલ પાર્કમાં નકલી દવા બનાવીને વેચતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ: મહેસાણા નજીકના મંડાલી ગામ પાસે આવેલા ઇન્ડ‌િસ્ટ્રયલ પાર્કમાં ચાલતી નકલી દવા બનાવતી ફેકટરીને સીઆઇડી ક્રાઇમે ઝડપી લઇ આશરે રૂ. બે કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મંડાલી ગામ નજીક આવેલા સોમેશ્વર ઇન્ડ‌િસ્ટ્રયલ પાર્કમાં વૈદિશ નામની ફેકટરીમાં છેલ્લા દોઢ વર્ષથી ર‌િજસ્ટર બ્રાન્ડના નામે નકલી સ્કીન એલર્જી ક્રીમનું ઉત્પાદન કરી કૌભાંડ આચરવામાં આવતું હતું. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને આ અંગે ગુપ્ત બાતમી મળતા પોલીસે ઉપરોકત ફેકટરીમાં છાપો માર્યો હતો. ફેકટરીમાંથી રૂ. ૮૧ લાખની કિંમતનો ‌િસ્કન ઇન્ફેકશનમાં વપરાતી ડુ‌િપ્લકેટ ટ્યૂબનો જથ્થો તેમજ મશીનરી જપ્ત કરાઇ હતી.

પોલીસ તપાસ દરમ્યાન મહેસાણાના સચીન પટેલ, મનીષ પટેલ અને હસમુખ પટેલની માલિકીની આ ફેકટરીમાં રજિસ્ટર થયેલી બ્રાન્ડના નામે નકલી દવાઓ બનાવી વેચાણ કરવામાં આવતું હતું. સીઆઇડી ક્રાઇમે ફેકટરીના માલિક અને સંચાલક વિરુદ્ધ ટ્રેડમાર્ક, કોપીરાઇટ ભંગનો ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. લાંઘણજ પોલીસે નકલી દવા બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા અને નાસતા ફરતા શખસોની પણ શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like