ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે વૃદ્ધિઃ નોમૂરા

નવી દિલ્હી: ઔદ્યોગિક ઉત્પાદનમાં તીવ્ર ઘટાડાને અસામાન્ય દર્શાવતાં નોમૂરાએ કહ્યું કે દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ હજુ પણ સકારાત્મક છે. વર્ષ ૨૦૧૬માં દેશની આર્થિક વૃદ્ધિ દર ૭.૮ ટકા રહેશે. વૈશ્વિક નાણાકીય સેવા પૂરી પાડતી નોમૂરાના જણાવ્યા પ્રમાણે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો અનુમાન કરતાં ઓછો છે. ડિસેમ્બરમાં ડેટા સકારાત્મક આવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩.૨ ટકાનો ઘટાડો જોવાયો હતો, જે ચાર વર્ષના તળિયે હતો.

નોમૂરાના રિપોર્ટમાં કહ્યું છે કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલ અફરાતફરીના કારણે ઔદ્યોગિક સ્તરે વૃદ્ધિ ધીમે ધીમે થઇ શકે છે તેમ છતાં પણ આશા છે કે દેશમાં જીડીપી વૃદ્ધિ દર વર્ષ ૨૦૧૬માં ૭.૮ ટકા રહેશે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિનું કારણ કોમોડિટીના ભાવમાં નોંધાયેલ ઘટાડો છે. જે કંપનીઓ માટે સકારાત્મક છે. વર્ષ ૨૦૧૬માં ચોમાસું સામન્ય રહેવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી માગ વધી શકે છે, જોકે ચેન્નઇમાં આવેલા ભારે વરસાદને કારણે ઔદ્યોગિક ઉત્પાદનને અસર થવાની આશા પણ વ્યક્ત કરાઇ હતી.

You might also like