ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં કરી શકે છે ઘરવાપસી,”પક્ષની કાર્યપદ્ધતિથી હતો નારાજ”

રાજકોટઃ અમેરીકાથી પરત ફર્યા બાદ ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમને કુંવરજી બાવળીયા સાથે કોઈ જ વાંધો ન હતો. પરંતુ પક્ષની કાર્ય પદ્ધતિને કારણે તેઓ નારાજ હતાં. ઈન્દ્રનિલે વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસમાં ફરી સક્રીય થાઉ તેવી સમર્થકોની માંગ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોંગ્રેસનાં નેતા રાજભા ઝાલાએ નિવેદન આપતાં જણાવ્યું કે, ઇન્દ્રનીલ રાજગુરૂ જેવા નેતા રાજકારણમાંથી નિવૃત્ત થાય તે સમાજ માટે સારી બાબત નહીં. અમે આવતી કાલે અલગ-અલગ સમાજનાં આગેવાનો ઇન્દ્રનીલ રાજગુરૂને મનાવવા માટે જઈશું. મહત્વનું છે કે ભાજપ છોડ્યાં બાદ ઇન્દ્રનીલ રાજગુરૂનાં પ્રયાસોથી રાજભા ઝાલા કોંગ્રેસમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આવ્યાં હતાં.

મહત્વનું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ ઈન્દ્રનીલ રાજયગુરૂ હવે કોંગ્રેસમાં પરત ફરી શકે છે. ઈન્દ્રનીલ રાજયગુરૂનાં સમર્થકોએ હોટેલમાં મિટિંગ પણ યોજી હતી. ઈન્દ્રનીલ રાજયગુરૂનાં માર્ગદર્શન અને દિશા નિર્દેશથી સમર્થકોની આ મિટિંગ યોજાઈ હતી. જાહેર જીવનમાં સક્રિય થવાનાં નામે સમર્થકોએ આ મિટિંગ યોજી હતી.

હાલમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ અમેરિકામાં છે. ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજયગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામાં બાદ રાજયગુરૂએ પ્રેસર ટેક્નિક અપનાવી હતી. ઈન્દ્રનીલ રાજયગુરૂનાં સમર્થનમાં 17 જેટલાં કોર્પોરેટરોએ પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.

You might also like