જેલમાં મહિલાનું મોત પાછળ અધિકારીઓ જવાબદાર : ઇન્દ્રાણીનો દાવો

મુંબઇ : શીના બોરા હત્યા કેસમાં જેલમાં બંધ ઇન્દ્રાણી મુખર્જીને બુધવારે મુંબઇ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં ઇન્દ્રાણીએ કોર્ટને દાવો કરતા કહ્યું કે તેની પાસે મંજુલા શેટેનાં મોત અંગેની મહત્વની જાણકારીઓ છે. સાથે જ ઇન્દ્રાણીએ કોર્ટને જણાવ્યું કે જેલનાં અધિકારીઓએ તેની સાથે પણ મારામારી કરવાની ધમકી આપી છે. કોર્ટે તેમને ભાયખલા જેલનાં અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવવાની મંજૂરી આપી છે. પોલીસને નિર્દેશ આપ્યા છે કે તેમનું નિવેદન નોંધવામાં આવે.સાથે કોર્ટે ઇન્દ્રાણીનાં મેડિકલ ટેક્સ માટેનો આદેશ પણ આપ્યો છે.

ઇન્દ્રાણી મુખર્જીને મુંબઇની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી કોર્ટમાં ઇન્દ્રાણીએ મંજુલા શેટેટનાં મોત અંગે ઘણી વાતો જાણતી હોવાનો પણ તેણે દાવો કર્યો હતો. ઇન્દ્રાણીનાં દાવા અુસાર તેને જેલ અધિકારીઓને કેદી મહિલાને તેની સાડે વડે ઢસડતા જોયા તહા. તે સાડીને તેણીનાં ગળામાં દુપટ્ટાની જેમ પહેરાવવામાં આવી હતી. જે બાદ તે મહિલાને બધાથી અલગ રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો.. આ ઘટનાનાં થોડા કલાક બાદ જ મંજુલાનું મોત નિપજ્યું હતું.

મંજુલા શેટ્ટેની ફરિયાદ કે અન્ય કેદીઓ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ લાકડીનો ભાગ મંજુલાનાં પ્રાઇવેટ પાર્ટમાં ઘૂસાડવામાં આવ્યો હતો. ઇન્દ્રાણીએ ભાયખલા જેલનાં અધિકારીઓએ તેને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો અને મને ધમકી આપી કે જો અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી તો તેની હાલત પણ મંજુલા જેવી કરવામાં આવશે.

You might also like