ઈન્દ્રલોકના અધિષ્ઠાતા દેવતાઓના રાજાઃ ઇન્દ્ર

દેવતાઅોના રાજા દેવરાજ ઇન્દ્ર છે. તેમનો વર્ણ સોના જેટલો પીળો છે. તેમની સ્થાપના હંમશાં પૂર્વ દિશામાં જ કરાય છે. તેમની પૂજા કરનાર તેમના દેવો અપાર વૈભવનો અધિપતિ બહુ જલદી બની જાય છે. ભગવાન ઇન્દ્ર દેવતાઅોના રાજા છે. તેઅો ઇન્દ્રલોકના અધિષ્ઠાતા છે. તેઅો અંતરિક્ષના દેવ છે.

ચારેય વેદ પણ કહે છે કે દેવરાજ ઇન્દ્ર પ્રથમ કક્ષાના દેવ છે. પુરાણો કહે છે કે દેવરાજ બીજી કક્ષાના દેવ છે. અાપણે પુરાણો તથા અન્ય ધર્મગ્રંથોની કથામાં વાંચ્યું છે કે મોટે ભાગે દેવરાજ અસુરો સાથે લડતા ઝઘડતા હોય છે. રાક્ષસો જ્યારે ઇન્દ્રલોક અથવા સ્વર્ગ ઉપર અાક્રમણ કરે છે ત્યારે દેવતાઅોના રાજા હોવાને કારણે દેવતાઅોના સેનાપતિ દેવરાજ જ બનતા હોય છે. અસુરો સાથે મોટેભાગે તેઅો જ લડતા હોય છે. તેઅો ઘણી વખત બળવાન રાક્ષસોના હાથે પરાજય પામતા હોય છે.

ઘણા લોકો એમ માનતા હોય છે કે દેવરાજ ઇન્દ્ર દેવતાઅોમાં સૌથી ડરપોક દેવ છે. જો કે અા મત તદ્દન ખોટો છે. કારણ કે પોતાનું રાજ્ય, પોતાનું રાજ્ય, પોતાનું સત્તા સ્થાન દરેક જણ સલામત રાખવાનું િવચારે છે. જ્યારે સ્વર્ગ ઉપર અાક્રમણ થાય ત્યારે તેને બચાવવાની જવાબદારી દેવતાઅોના રાજા હોવાથી સ્પષ્ટપણે દેવરાજ ઇન્દ્રની જ બને છે.

સ્વર્ગ તથા ઇન્દ્રલોકની રક્ષા કરવાની અામ સત્તાની સલામતી ઇચ્છનારને ડરપોક તો ન જ કહેવાય. જ્યારે જ્યારે સ્વર્ગ અને ઇન્દ્રલોક ઉપર અાક્રમણ થયાં છે ત્યારે ત્યારે ઇન્દ્રદેવ જ બધાં અાક્રમણમાં અગ્રેસર રહ્યા જ છે. તેઅો રણ મેદાન છોડીને ભાગ્યા નથી. તેઅો તેથી ડરપોક તો નથી જ.

જ્યારે કોઈ મનુષ્ય કે ઋષિ મુનિ ઉગ્ર તપ અાદરે છે તે વખતે દેવરાજને પોતાનું સિંહાસન ડોલતું દેખાય છે. પોતાનો ઇન્દ્રલોક હાથમાંથી સરી જતો દેખાય એટલે તરત જ સ્વર્ગ તથા ઇન્દ્રલોકની શ્રેષ્ઠ અપ્સરાઅોની મદદ લઈ તેઅો ઋષિ મુનિઅોના તપોભંગ માટેના પ્રયત્નો શરૂ કરી દે છે. તેમનું અામ કરવું ખોટું તો નથી જ.

શ્રીમદ ભાગવતના ૨-૫-૩૦માં જણાવ્યું છે કે, ‘વિરાટ પુરુષના વૈકારિક અહંકારથી મન તથા દશ ઇિન્દ્રયોના અધિષ્ઠાતા દેવની ઉત્પત્તિ થઈ. જેમાં સૌપ્રથમ ઇન્દ્ર, દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ હતા.ભગવાન ઇન્દ્ર ખૂબ જ સુંદર છે. તેમના એક હાથમાં વજ્ર છે તો બીજા હાથમાં અંકુશ છે. વજ્ર દધીચિ ઋષિનાં હાડકાંમાંથી બનાવવામાં અાવ્યું છે.

એક કથા મુજબ હનુમાનજી મહારાજ નાના હતા ત્યારે ઊગતા સૂર્યને ખાવાનું સુંદર ફળ સમજી, વાયુદેવના પુત્ર હોવાથી તેમની શક્તિને કારણે ઉડ્યા. તેઅો લાલ સૂર્યને સુંદર ફળ સમજી ગળી ગયા. ત્રિલોકમાં અંધકાર છવાઈ ગયો. જગતનું કલ્યાણ કરવાની ભાવનાથી દેવરાજ ઇન્દ્ર તેમના ઉપર વ્રજનો પ્રહાર કરે છે.

વજ્રનો ભાગ હનુમાનજીને દાઢીમાં વાગતાં જ હનુમાનજી બેભાન થઈ ગયા. અાથી વાયુદેવ તેમને લઈ પાતાળ લોકમાં જતા રહ્યા. ત્યાર બાદ દેવતાઅો, ઇન્દ્ર વાયુદેવની માફી માગી હનુમાનજીને પુષ્કળ વરદાન અાપી સૂર્યદેવને પાછા બહાર લાવે છે.

દેવરાજ ઇન્દ્રને સાત સૂંઢવાળો અૈરાવત વાહન તરીકે ખૂબ ગમે છે. તેમને ૧૦૦૦ અાંખ છે. તેમના પુત્રનું નામ જયંત છે. પુત્રીનું નામ જયંતી છે. પત્નીનું નામ ઇન્દ્રાણી છે. •

You might also like